News Continuous Bureau | Mumbai
Urfi javed: શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુન્દ્રા નું નામ જ્યારથી પોરનોગ્રાફી કેસ માં બહાર આવ્યું છે ત્યારથી રાજ જાહેર સ્થળે માસ્ક પહેરેલો જોવા મળે છે. હાલમાંજ શિલ્પા શેટ્ટી ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાએ તેનો સ્ટેન્ડ અપ કોમેડી કરતો વીડિયો શેર કર્યો હતો. આ દરમિયાન પણ તે માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો. તેણે માસ્ક પહેરીને જ સ્ટેન્ડ અપ એક્ટ કર્યું જેમાં તેણે ઉર્ફી જાવેદનો ઉલ્લેખ કર્યો હતો. ઉર્ફીને આ જરાપણ પસંદ નહોતું આવ્યું તેથી તેને રાજ ને સખત ઠપકો આપ્યો.
Headline – 1 – રાજ કુન્દ્રા એ કરી ઉર્ફી જાવેદ પર ટિપ્પણી
શિલ્પા શેટ્ટીના પતિએ તાજેતરમાં સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે ડેબ્યુ કર્યું હતું. શુક્રવારે, રાજ કુન્દ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના સ્ટેન્ડઅપ કોમેડી એક્ટ નો એક વિડીયો શેર કર્યો જેમાં તે કહે છે કે,“છેલ્લા 2 વર્ષમાં જો કોઈએ મને પ્રેમ કર્યો હોય તો તે પાપારાઝી છે. કારણ કે તેમની પાસે માત્ર બે જ સ્ટાર્સ છે, એક હું અને એક ઉર્ફી જાવેદ. મીડિયા માત્ર એ જ જુએ છે કે રાજ કુન્દ્રા શું પહેરશે અને ઉર્ફી જાવેદ શું નહીં પહેરે”
જે બાદ ઉર્ફી જાવેદે પણ અભિનેતાને જડબાતોડ જવાબ આપ્યો છે. ઉર્ફી જાવેદે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વિડિયો ક્લિપ ફરીથી શેર કરતી વખતે ઉર્ફી એ લખ્યું ‘જે બીજા ના કપડાં ઉતારીને પૈસા કમાય છે તે હવે મારા કપડાં પર ટિપ્પણી કરશે. સોરી નોટ સોરી પોર્ન કિંગ”.

જોકે ઉર્ફી મોટાભાગે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે, પરંતુ આ વખતે યુઝર્સને રાજ કુન્દ્રાની આવી ટિપ્પણી પસંદ નથી આવી.
આ સમાચાર પણ વાંચો: Ram charan siddhivinayak temple: સાઉથ સુપરસ્ટાર રામ ચરણે લીધી સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત, શું ગણપતિ બાપ્પા ના આશીર્વાદ સાથે અભિનેતા એ પુરી કરી તેની અયપ્પા દીક્ષા?