Site icon News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદનું નવું નાટક , હાથમાં ગીતા, ટી-શર્ટ પર લખેલું જાવેદ અખ્તરનું નામ; જાણો આની પાછળ શું છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર

પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી ઉર્ફી જાવેદનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીનો આ વીડિયો મુંબઈ એરપોર્ટની બહારનો છે, જેમાં તે સફેદ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જાેવા મળી રહી છે. ઉર્ફીનો આ વીડિયો વાયરલ થવા પાછળ એક મોટું કારણ છે. વીડિયોમાં ઉર્ફી જાવેદે જે ટી-શર્ટ પહેરી હતી તેના પર જાવેદ અખ્તરનું નામ લખેલું હતું. તેની ટી-શર્ટ પર સ્પષ્ટ લખેલું હતું, ‘જાવેદ અખ્તરની પૌત્રી નથી’.

જ્યારે ઉર્ફીને એરપોર્ટની બહાર પાપારાઝી દ્વારા પોઝ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે પોઝ આપતા કહ્યું, ‘ટી-શર્ટ પર કંઈક લખેલું છે,તેના પર કેમેરો ઝૂમ કરવામાં આવે’ તેણે આગળ કહ્યું, આ મેસેજ બધા સુધી પહોચાડવામાં આવે.કેમ કે દરેક લોકો કોમેન્ટ કરે છે કે જાવેદ અખ્તરની પૌત્રીને કંઇક શીખવાડો સોશિયલ મીડિયા પર ઘણા લોકો ઉર્ફી જાવેદને લઈને મૂંઝવણમાં છે. તેમને લાગે છે કે ઉર્ફી જાવેદ, જાવેદ અખ્તરની પૌત્રી છે. ઉર્ફી આનાથી એટલી નારાજ થઈ ગઈ કે આજે તેણીએ તેની ટી-શર્ટ પર લખવી નાખ્યું કે તે જાવેદ અખ્તરની પૌત્રી નથી. એટલું જ નહીં, ઉર્ફી હાથમાં ભગવદ ગીતા પકડેલી જાેવા મળી હતી. જ્યારે પાપારાઝીએ તેને પુસ્તક બતાવવાનું કહ્યું ત્યારે ઉર્ફીએ પુસ્તક સાથે પોઝ પણ આપ્યો. ઉર્ફી જાવેદ ભગવદ ગીતા વાંચી રહી છે. તેણીએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘હું અત્યારે ભગવદ ગીતા વાંચી રહી છું. હું ફક્ત તે ધર્મ વિશે વધુ જાણવા માંગુ છું. મને તેના તાર્કિક ભાગમાં વધુ રસ છે. હું ઉગ્રવાદને ધિક્કારું છું, તેથી હું પવિત્ર પુસ્તકમાંથી સારો ભાગ કાઢવા માંગુ છું.

શું સલમાન ખાન હોલીવુડ અભિનેત્રી સામંથા લોકવુડને ડેટ કરી રહ્યો છે? અભિનેત્રીએ આના પર તોડ્યું મૌન, કહી આ વાત; જાણો વિગત

શબાનાની ટીમે તેના વતી નિવેદન જારી કરીને કહ્યું કે ઉર્ફી અને તેના પરિવાર વચ્ચે કોઈ સંબંધ નથી. આ અમુક વ્યક્તિની ટીખળ છે જેણે આવી પોસ્ટ કરીને જાવેદ અખ્તર વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જણાવી દઈએ કે જાવેદ અખ્તરને બે પૌત્રીઓ છે. જેમના નામ શાક્યા અખ્તર અને અકીરા અખ્તર છે.

 

 

Akshay Kumar Saif Ali Khan Haiwan ૧૮ વર્ષ બાદ અક્ષય કુમારસૈફ અલી ખાનની જોડીની ધમાકેદાર વાપસી ‘હૈવાન’ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ, રોમાંચક એક્શનસસ્પેન્સ વચ્ચે આટલો છે રનટાઇમ
Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Exit mobile version