Site icon

માધુરી દીક્ષિતના કારણે ઉર્ફી જાવેદનું થયું અપમાન! પોસ્ટ શેર કરીને જણાવી હકીકત

ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદને ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ્સ 2023 માટે બોલાવવામાં આવી હતી, જો કે ઉર્ફી ને છેલ્લી ક્ષણે કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. ઉર્ફી જાવેદે હવે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

urfi javed uninvited from gea 2023 because of madhuri dixit

માધુરી દીક્ષિતના કારણે ઉર્ફી જાવેદનું થયું અપમાન! પોસ્ટ શેર કરીને જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

બિગ બોસ OTT ફેમ અને સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ તેની અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. અભિનેત્રી દરરોજ કંઈક એવું પહેરે છે જેનાથી લોકોને ચક્કર આવે છે. ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ ચાહકોને ઘણી પસંદ છે ટ્રોલ્સની નજર ઉર્ફી પર જ રહે છે, જેવી ઉર્ફી કંઈક બોલે છે અથવા નવો ડ્રેસ પહેરે છે, લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન ઉર્ફી જાવેદની એક પોસ્ટ સામે આવી છે જેમાં તેણે કંઈક એવું કહ્યું છે જેનાથી બધાના હોશ ઉડી ગયા છે.

Join Our WhatsApp Community

 

માધુરી દીક્ષિત ને કારણે ઉર્ફી જાવેદ થઇ ગુસ્સે 

ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને એક સ્ટોરી સાથે અપડેટ કર્યું છે જે ઈન્ટરનેટની દુનિયામાં આગની જેમ ફેલાઈ રહી છે. આમાં ઉર્ફી જાવેદે લખ્યું, ‘તેણે મારી ટીમનો સંપર્ક કર્યો અને મને આમંત્રણ આપ્યું, જે મેં સ્વીકાર્યું. આ માટે મેં મારો ડ્રેસ પસંદ કર્યો અને મારા તમામ પ્લાન કેન્સલ કર્યા પરંતુ છેલ્લી ક્ષણે તેઓએ મારી ટીમને કહ્યું કે મને હવે આમંત્રણ નથી. જ્યારે અમે કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે હું માધુરી દીક્ષિતના ગેસ્ટ લિસ્ટમાં નથી (કેવું વિચિત્ર કારણ છે) ભાઈ, હું ક્યાંય જવા માટે નથી મરી રહી, પણ કોઈને છેલ્લે આમંત્રણ આપીને ન આવવા કહી ને થોડી હિંમત કરો અથવા તે મારી પાસેથી ઉધાર લો.’ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ઉર્ફી જાવેદને અગાઉ GEA 2023 એવોર્ડ ઈવેન્ટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જો કે, પાછળથી તેણી ને ના પાડી દીધી હતી. આના પર હવે ઉર્ફી જાવેદનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ સિવાય ઉર્ફી જાવેદે પણ ટ્વીટ કર્યું છે.

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે ઉર્ફી જાવેદ 

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને જોઈને લોકો તેના દિવાના થઈ જાય છે. અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્ફી જાવેદે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ કરણ જોહરના શો બિગ બોસ ઓટીટીમાં પણ ધૂમ મચાવી હતી.

Anupama: કેમ ‘અનુપમા’ શોએ જીતી લીધા લોકો ના દિલ? પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી તેના દરેક શો ના પડદા પાછળ ની હકીકત
Bharti Singh: ટીવી અને યુટ્યુબ બંને માંથી અધધ આટલી કમાણી કરે છે ભારતી સિંહ, જાણો તેની નેટવર્થ વિશે
Keir Starmer India Visit: યશરાજ ફિલ્મ્સ ની બલ્લે બલ્લે, બ્રિટિશ PM કીર સ્ટાર્મરે સ્ટુડિયો ને લઈને મુંબઈમાં કરી મોટી જાહેરાત
Krish Pathak: કોણ છે કૃષ પાઠક જેને સારા ખાન સાથે કર્યા છે લગ્ન, રામાનંદ સાગર ની રામાયણ ના લક્ષ્મણ સાથે છે ખાસ સંબંધ
Exit mobile version