Site icon News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ના કારણે ‘’અનુપમા’નો ભાગ ના બની શકી ઉર્ફી જાવેદ, જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

ગુરુવાર 

 

'અનુપમા' ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ જોવાયેલા શોમાંથી એક છે. સિરિયલના ટ્વિસ્ટ દર્શકોનું ખૂબ જ મનોરંજન કરે છે. વળી, તેનું દરેક પાત્ર દર્શકોમાં ખૂબ પ્રખ્યાત છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ઉર્ફી જાવેદ પણ ‘અનુપમા’ સિરિયલનો ભાગ બનવાની છે. હા, પોતાની વિચિત્ર ફેશન અને સ્ટાઇલથી લોકોને ચોંકાવનારી ઉર્ફીને પણ ‘અનુપમા’ શોની ઓફર કરવામાં આવી હતી.બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફે જાવેદે હવે પોતે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે અનુપમાનો ભાગ બનવાની હતી, જો કે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પારસ કલનાવત ને કારણે તે તેનો ભાગ બની શકી નથી. જેમ આપણે જાણીએ છીએ કે પારસ કલનાવત શોમાં અનુપમાના પુત્ર સમરનું પાત્ર ભજવી રહ્યો છે.

એક ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદે દાવો કર્યો હતો કે જ્યાં પણ પારસ સાથે કામ કરવાની શક્યતા હતી ત્યાં તે ક્રિએટિવ ટીમ સાથે વાત કરતો હતો અને તેને શોમાંથી હટાવી લેતો હતો. ઉર્ફીએ ખુલાસો કર્યો કે તેઓ એક શોમાં સાથે કામ કરવાના હતા જે 'અનુપમા' હોવાનું અનુમાન હતું.ટેલિવિઝન સ્ટાર ઉર્ફી જાવેદ કહે છે કે પારસ ક્રિએટિવ ડિરેક્ટર અને અન્ય સભ્યોને શોમાં તેને કાસ્ટ ન કરવા કહે છે. આ ઉપરાંત, ઉર્ફીએ એ પણ ખુલાસો કર્યો કે જ્યારે પણ તેના શોમાં આવવાની સહેજ પણ તક હોય છે, ત્યારે તે ટીમને વિનંતી કરે છે કે ઉર્ફીને તેની ગર્લફ્રેન્ડ અથવા ભૂતપૂર્વ તરીકે કાસ્ટ ન કરે, તેઓને તે ગમશે નહીં.

આ કારણે ઉર્ફી જાવેદનું ‘અનુપમા’ ફેમ પારસ કલનાવત સાથે થયું હતું બ્રેકઅપ; અભિનેત્રી એ કર્યો ખુલાસો ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે આ પહેલા મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં પારસ કલનાવત સાથેના બ્રેકઅપનું કારણ જણાવતા ઉર્ફીએ કહ્યું હતું કે તે પારસને ડેટિંગને સંબંધ નથી માનતી. ઉર્ફીએ આ સંબંધને 'બાળપણમાં થયેલી ભૂલ' ગણાવી હતી.

 

Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Hanuman Ansh Makers Dispute ₹૪૫૦ કરોડની ઐતિહાસિક કમાણી વચ્ચે ‘હનુમાન અંશ’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ પ્રોડક્શન હાઉસે જારી કરી પબ્લિક નોટિસ, રાઈટ્સને લઈને ખેંચતાણ
Exit mobile version