Site icon

જૂના દિવસો યાદ કરીને ટીવી ની આ અભિનેત્રી ના છલક્યા આંસુ, અંગત જીવન ના સંઘર્ષ ને લઇ ને થઇ ઇમોશનલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02 માર્ચ 2022           

Join Our WhatsApp Community

બુધવાર

ઉર્વશી ધોળકિયા ટીવીનો જાણીતો ચહેરો છે. તેણે 'નાગિન 6'થી ફરી ટીવી પર કમબેક કર્યું છે. આ સિરિયલમાં તે માતાનો રોલ કરી રહી છે. ઉર્વશીએ પોતાના અંગત જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. તેણે 16 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા. બે વર્ષ પછી, તેણી તેના પતિથી અલગ થઈ ગઈ. તે સમયે તે ગર્ભવતી હતી.19 વર્ષની ઉંમરે તેણે તેના જોડિયા પુત્રોને જન્મ આપ્યો. ઉર્વશીએ તેના બાળકોને સિંગલ મધર તરીકે ઉછેર્યા, જોકે તે તેના માટે સરળ ન હતું. તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તે બાળકોની શાળાની ફી ભાગ્યે જ એકઠી  કરી શકતી હતી.

એક ન્યૂઝ પોર્ટલ સાથે ના એક ઈન્ટરવ્યુમાં ઉર્વશીએ જણાવ્યું હતું કે તેને તેના બાળકોની ફી માટે 3 હજાર રૂપિયાની જરૂર હતી અને તેના માટે તેણે એક પાયલોટ એપિસોડ શૂટ કર્યો હતો પરંતુ મેકર્સે કહ્યું હતું કે તેને માત્ર 1500 રૂપિયા જ મળશે કારણકે આ તેનો પહેલો એપિસોડ હતો.ઉર્વશીએ આગળ કહ્યું, 'આ ઘટના મારી સાથે અટવાઈ ગઈ અને તેણે મને નિર્ભર ન રહેવાનું શીખવ્યું. એવું ન હતું કે હું કોઈના પર નિર્ભર હતી  પણ મને વધુ સજાગ રહેવાનું શીખવ્યું. તે સમયે હું થોડી  ગુસ્સે થઇ હતી કારણ કે તમે એવી પરિસ્થિતિમાં અટવાયેલા છો જ્યાં તમને ખબર નથી કે શું કરવું.તેણી ઉમેરે છે, 'તમને ખ્યાલ છે કે તમે શું કરવા જઈ રહ્યા છો, તમે તમારા બાળકના શિક્ષણ માટે 1500 રૂપિયા ચૂકવવા સક્ષમ નથી. તમને ખરાબ લાગે છે તમે નિરાશ થયા છો પણ આજે જ્યારે હું પાછળ વળી ને  જોઉં છું ત્યારે મને લાગે છે કે મેં મારી જાત માટે સારું કર્યું છે, બોલતા બોલતા ઉર્વશી રડી પડે છે અને કહે છે, 'જીવન તમને મુશ્કેલીઓ આપે છે પણ તમારે આગળ વધવાનું છે.'

22 વર્ષ પછી અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરશે આ અભિનેતા, 'રુદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ' પર પોતાનો અનુભવ શેર કરતા કહી આવી વાત; જાણો વિગત

ઉર્વશીના બે પુત્રો છે જેમના નામ ક્ષિતિજ અને સાગર છે. તે સોશિયલ મીડિયા પર તેની સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version