News Continuous Bureau | Mumbai
ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ(Urvashi Dholakia) તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની મોનોકીની તસવીરો શેર કરીને ચાહકોને તેની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે.
અભિનેત્રી ઉર્વશી ધોળકિયા 43 વર્ષની ઉંમરે પણ સુપર ફિટ (super fit)છે. આ તસવીરોમાં અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ઉર્વશી ધોળકિયાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરી છે, જેમાં તે હળવા ગ્રીન રંગની મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે, અભિનેત્રીએ લુકને પૂર્ણ કરવા માટે તેની આંખો પર સનગ્લાસ (sunglass)લગાવ્યા છે.
કોમોલિકાના પાત્રથી રાતોરાત ચર્ચામાં આવેલી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા 2 જુવાન જોડિયા પુત્રોની(twins son) માતા છે. જેમની સાથે અભિનેત્રી ઘણીવાર મજેદાર રીલ્સ બનાવે છે અને ફેન્સ સાથે શેર કરે છે.
એટલું જ નહીં અભિનેત્રી ઉર્વશી ધોળકિયા સિંગલ મધર(single mother) છે. અભિનેત્રીના લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયા હતા. આ લગ્નજીવન તનાવપૂર્ણ હતું. જેના કારણે અભિનેત્રીએ 2 બાળકોના જન્મ પછી જ તેના પતિને છૂટાછેડા (divorce)આપી દીધા હતા.
આ પછી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ ટીવી સિરિયલોની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું હતું. ટીવી ઈન્ડસ્ટ્રીમાં (TV industry)વર્ષો સુધી કામ કર્યા બાદ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા એક મોટી સ્ટાર બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની સીધી સાદી સોનુ ભીડે નો જોવા મળ્યો બોલ્ડ અવતાર- મેશ ક્રોપ ટોપ પહેરીને આપ્યા પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ