News Continuous Bureau | Mumbai
Usha Uthup Rambha Ho: વર્ષ ૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘અરમાન’ નું લોકપ્રિય ગીત ‘રંભા હો’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. હવે આ આઇકોનિક ગીતને આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ માં નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ રીમેક વર્ઝન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ દરમિયાન ઓરિજિનલ ગીત ગાનાર દિગ્ગજ સિંગર ઉષા ઉત્થુપે આ ગીતની લોકપ્રિયતા પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને ગીતની નવી સફળતા જોઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.
આ સમાચાર પણ વાંચો : Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
મેકર્સનો આભાર અને Gen-Z માં ગીતની ક્રેઝ
: રેડિયો નશા સાથેની વાતચીતમાં ઉષા ઉત્થુપે જણાવ્યું કે, “જ્યારે કોઈએ મને ‘ધુરંધર’ ના ‘રંભા હો’ ગીતની લિંક મોકલી, ત્યારે હું ‘વાહ’ બોલી ઉઠી હતી. આ વર્ઝન ખરેખર શાનદાર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ એવા લોકોમાંથી નથી જેમને તેમનું ગીત કોઈ બીજું ગાય તો ખોટું લાગે. આ ગીત દ્વારા નવી પેઢી સુધી પહોંચવા બદલ તેમણે ફિલ્મની ટીમને થેન્ક યુ કહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ અને રીલ્સ પર આ ગીતને જે રીતે લાખો હિટ્સ મળી રહ્યા છે તેને ઉષાએ કમાલ ગણાવ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં ઉષાએ એ પણ સ્પષ્ટ કર્યું કે મેકર્સ દ્વારા રીમેક માટે તેમનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો ન હતો. જોકે, તેમને આ વાતની કોઈ ફરિયાદ નથી. ઉષાએ કહ્યું, “હું વર્ષોથી મારા દરેક શોમાં આ ગીત ગાતી રહી છું, પરંતુ ‘ધુરંધર’ ના રીમેકને કારણે આ ગીતને એક નવી એનર્જી અને પોપ્યુલારિટી મળી છે.” ઉષા ઉત્થુપના આ ઉદાર અને સકારાત્મક વલણની સોશિયલ મીડિયા પર ચાહકો પણ પ્રશંસા કરી રહ્યા છે. ‘ધુરંધર’ ફિલ્મ માટે આ ગીતને શાશ્વત સચદેવે રી-ઇમેજિન કર્યું છે અને તેને મધુબંતી બાગજીએ ગાયું છે. ઉષા ઉત્થુપે મધુબંતીના અવાજના પણ વખાણ કર્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
