Site icon

અચાનક બગડી ડેવિડ ધવનની તબિયત-જુગ જુગ જિયોના પ્રમોશનમાં થી ભાગ્યો પુત્ર વરુણ ધવન-જાણો કયા કારણોસર કર્યા તેમને હોસ્પિટલમાં એડમિટ

 News Continuous Bureau | Mumbai 

ફિલ્મ જગતના પ્રખ્યાત ફિલ્મ સર્જક ડેવિડ ધવનની(David Dhawan health) તબિયત અચાનક બગડતાં તેમને મુંબઈની હોસ્પિટલમાં (Mumbai Hospital)દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ જાણકારી સામે આવી નથી કે તેમની સાથે શું થયું છે, પરંતુ આ સમાચાર અભિનેતા વરુણ ધવનને મળતા જ તે તેના પિતાને મળવા હોસ્પિટલ જવા રવાના થયો હતો. વરુણ ધવન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ જુગ જુગ જિયોના પ્રમોશનમાં (Jug jug jiyo promotion)વ્યસ્ત છે. પિતાની બગડતી તબિયતના સમાચાર સાંભળીને, અભિનેતા પ્રમોશન અધવચ્ચે છોડીને ભાગ્યો હતો. 

Join Our WhatsApp Community

રિપોર્ટ્સ અનુસાર ડેવિડ ધવનને એડવાન્સ સ્ટેજ ડાયાબિટીસ (Advanced diabetes)છે. જેના કારણે તેમની તબિયત અગાઉ પણ બગડી હતી. માનવામાં આવે છે કે આ કારણે તેમની તબિયત બગડી હશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સાચી માહિતી સામે આવી નથી. પિતાની બીમારીના સમાચાર મળતા જ વરુણ ધવન પરેશાન થઈ ગયો હતો અને તેણે ઉતાવળમાં પ્રમોશન (Promotion)છોડી અને પિતાની તબિયત પૂછવા હોસ્પિટલ જવા રવાના થયો હતો.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વધુ એક વાર થયો ગોકુલધામ વાસીઓ ની લાગણી સાથે ખિલવાડ-શો માં પરત નથી આવી દયા-ગુસ્સામાં જેઠાલાલે આપ્યું આ અલ્ટીમેટમ

ડેવિડ ધવન વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(David Dhawan film industry) કામ કરી રહ્યા છે. તેમણે  એકથી વધુ હિટ ફિલ્મો કરી છે. જેમાં કુલી નંબર 1, મૈં તેરા હીરો, જુડવા, હસીના માન જાયેગી, સાજન ચલે સુસરાલ, જોડી નંબર 1, પાર્ટનર, મૈને પ્યાર ક્યું કિયા જેવી ફિલ્મો આ યાદીમાં સામેલ છે.તમને જણાવી દઈએ કે, જુગ-જુગ જિયો 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તમામ સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં(Film promotion) વ્યસ્ત છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા નીતુ કપૂર મોટા પડદા પર વાપસી કરી રહી છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version