Site icon News Continuous Bureau | Mumbai

Vash Level 2: ગુજરાતી હોરર ફિલ્મ વશ 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, માત્ર 13 જ દિવસમાં જાનકી ની ફિલ્મે કરી આટલા કરોડ ની કમાણી

Vash Level 2: જાનકી બોડીવાલા અને હિતુ કનોડિયા અભિનીત ફિલ્મ વશ 2 એ ગુજરાતી અને હિન્દી બંને વર્ઝનમાં ધમાકેદાર કમાણી કરી

Vash Level 2 earns 11.98 crore in 13 days, becomes Gujarati horror blockbuster

Vash Level 2 earns 11.98 crore in 13 days, becomes Gujarati horror blockbuster

News Continuous Bureau | Mumbai

Vash Level 2: ગુજરાતી હોરર ફિલ્મ ‘વશ લેવલ 2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 13 દિવસમાં ફિલ્મે  11.98 કરોડની કમાણી કરી છે. ફિલ્મના ગુજરાતી વર્ઝનમાંથી  6.17 કરોડ અને હિન્દી વર્ઝનમાંથી  5.81 કરોડ મળ્યા છે. આ ફિલ્મ 2023ની ‘વશ’  ની સિક્વલ છે, જેનું હિન્દી રીમેક ‘શૈતાન’ પણ બની ચૂક્યું છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kartik Aaryan and Sreeleela: કાર્તિક આર્યન અને શ્રીલીલા ના ડેટિંગ ના સમાચારે પકડ્યું જોર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

13 દિવસની કમાણીનો વિસતૃત આંકડો

ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 10 કરોડ કમાયા હતા. બીજા સપ્તાહમાં પણ ફિલ્મે 1.98 કરોડની કમાણી કરી. 13મા દિવસે એટલે કે બીજા સોમવારે ફિલ્મે 20 લાખ કમાયા હતા, જેમાંથી 11 લાખ ગુજરાતી વર્ઝન અને  9 લાખ હિન્દી વર્ઝનમાંથી મળ્યા હતા. ફિલ્મે હમણાં સુધી  11.98 કરોડની કુલ કમાણી કરી છે.ફિલ્મના નિર્માતાઓ ઓટીટી પ્લેટફોર્મ સાથે વાતચીત કરી રહ્યા છે. શક્યતા છે કે ‘વશ લેવલ 2’ શેમારૂમી (ShemarooMe) પર ઓક્ટોબર 2025માં રિલીઝ થશે. પહેલો ભાગ પણ શેમારૂમી પર ઉપલબ્ધ છે. હિન્દી અને ગુજરાતી બંને વર્ઝન માટે ડિજિટલ હક મળવાની શક્યતા છે.


ફિલ્મમાં હિતુ કનોડિયા એ અથર્વાનું પાત્ર ભજવ્યું છે, જ્યારે જાનકી બોડીવાલા એ આર્યાનું પાત્ર ભજવ્યું છે. હિતેન કુમાર એ કાળાજાદુ કરનાર ‘પ્રતાપ’ નો રોલ કર્યો છે. મોનાલ ગજ્જર, ચેતન દૈયા અને પ્રેમ ગઢવી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાગ્નિક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version