Site icon News Continuous Bureau | Mumbai

Vedang raina: ખુશી કપૂર ને ડેટ કરવાની વાત પર વેદાંગ રૈના એ તોડ્યું મૌન, ધ આર્ચીઝ અભિનેતા એ કહી આવી વાત

Vedang raina: ફિલ્મ ધ આર્ચીઝ થી ઘણા કલાકારો એ ડેબ્યુ કર્યું છે. જેમાં સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા અને વેદાંગ રૈના નું નામ સામેલ છે. અભિનેતા વેદાંગ રૈના ને ખુશી કપૂર ના ડેટિંગ ના સમાચાર સતત સામે આવે છે. હવે આ સમાચાર પર અભિનેતા વેદાંગ રૈના એ ખુલાસો કર્યો છે

vedang raina breaks silence on dating rumor with khushi kapoor

vedang raina breaks silence on dating rumor with khushi kapoor

News Continuous Bureau | Mumbai

Vedang raina: ફિલ્મ ધ આર્ચીઝ થી સુહાના ખાન, અગસ્ત્ય નંદા, ખુશી કપૂર અને વેદાંગ રૈના એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ માં દરેક સ્ટાર ના અભિનય ના ખુબ વખાણ થયા હતા. હવે ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરનાર અભિનેતા વેદાંગ રૈના ખુશી કપૂર ને ડેટ કરવાને લઈને સમાચાર માં છે. હવે આખરે વેદાંગ રૈના એ તેના અને ખુશી કપૂર ના સંબંધ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rubina dilaik: રૂબીના દિલાઈક એ બતાવી દીકરીઓ ની ઝલક, પોસ્ટ દ્વારા જાહેર કર્યા તેમની બાળકી ના નામ, જાણો દીકરીઓના ના નામ નો અર્થ

વેદાંગ રૈના એ તેના અને ખુશી કપૂર ના સંબંધ વિશે કર્યો ખુલાસો 

ધ આર્ચીઝ બાદ થી વેદાંગ રૈના અને ખુશી કપૂર ના ડેટિંગ ના સમાચાર સામે આવ્યા હતા.આ વિશે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા વેદાંગે કહ્યું, ‘ ખુશી અને હું ઘણા સ્તરે જોડાયેલા છીએ. અમે બંને સંગીતમાં સમાન રુચિ ધરાવીએ છીએ. ખુશી અને હું ડેટિંગ નથી કરી રહ્યા.મારો તેની સાથે ખરેખર મજબૂત સંબંધ છે. અમે એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખીએ છીએ અને અમે ઘણી બધી બાબતોથી જોડાયેલા છીએ. હું અત્યારે સિંગલ છું. આશા છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જશે.’ આ ઉપરાંત વેદાંગ એ તે પણ જણાવ્યું કે તે તેના જીવનસાથીમાં ત્રણ ગુણો શોધી રહ્યો છે: મીઠાશ, વફાદારી અને સખત મહેનત, અને તેને વિશ્વાસ છે કે તે તેને જરૂર મળશે. 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version