Site icon

Birbal passes away: પ્રખ્યાત કોમેડિયન બીરબલ ઉર્ફે સતીન્દર કુમાર ખોસલા નું થયું નિધન, 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Birbal passes away: બિરબલે 84 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીરબલનું સાચું નામ સતીન્દર કુમાર ખોસલા હતું, તેમણે અલગ-અલગ ભાષાકીય ફિલ્મોમાં કામ કર્યું હતું.

veteran actor Birbal aka satinder kumar khosla passes away

veteran actor Birbal aka satinder kumar khosla passes away

News Continuous Bureau | Mumbai  

 Birbal passes away: સિનેજગતમાંથી ફરી એકવાર એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા બિરબલ ખોસલાએ મંગળવારે સાંજે આ દુનિયાને અલવિદા કહી દીધું. 84 વર્ષની વયે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. બીરબલનું સાચું નામ સતીન્દર કુમાર ખોસલા હતું અને તેણે ઘણી હિન્દી, પંજાબી, ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Join Our WhatsApp Community

 

હાસ્ય કલાકાર બીરબલ નું નિધન 

બોલિવૂડની જૂની હિન્દી ફિલ્મોના હાસ્ય કલાકાર બિરબલ લાંબા સમયથી બીમાર હતા અને તેમને મુંબઈની ધીરુભાઈ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે સાંજે 07.30 વાગ્યે તેમનું અવસાન થયું હતું. CINTAA એ સોશિયલ મીડિયા પર પણ બિરબલને શ્રદ્ધાંજલિ આપી છે. તે જ સમયે, કેટલાક સ્ટાર્સ અને ચાહકોએ પણ તેમને યાદ કર્યા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ 1981થી CINTAAના સભ્ય હતા.

બીરબલ ની કારકિર્દી 

બિરબલે લગભગ ચાર દાયકાની તેમની ફિલ્મી કારકિર્દીમાં પાંચસોથી વધુ ફિલ્મોમાં કોમેડી અભિનય કર્યો છે. તેમની કેટલીક મુખ્ય લોકપ્રિય ફિલ્મોમાં દો બદન, બૂંદ જો બન ગયે મોતી, શોલે, મેરા ગાંવ મેરા દેશ, ક્રાંતિ, રોટી કપડા ઔર મકાન, અમીર ગરીબ, સદમા અને દિલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Saira banu: સાયરા બાનુ એ શાહરૂખ અને દિલીપ કુમાર વચ્ચેની સામ્યતા દર્શાવતા ગણાવ્યો તેના પુત્ર જેવો, અભિનેત્રી એ યાદ કરી કિંગ ખાન સાથે ની પ્રથમ મુલાકાત

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version