News Continuous Bureau | Mumbai
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે.
મળતી માહિતી મુજબ, તેમનું મૃત્યુ હૃદય સંબંધિત બિમારીના કારણે થયું છે.
તેમણે 03 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા.
અહેવાલો અનુસાર, મિથિલેશ ચતુર્વેદીને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓ તેમના વતન લખનઉ શિફ્ટ થયા હતા, જેથી તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે.
