Site icon News Continuous Bureau | Mumbai

Praveena Deshpande Demise: અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું ૬૦ વર્ષની વયે નિધન, કેન્સર સામે લાંબી લડાઈ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ .

Praveena Deshpande Demise: ‘રેડી’ ફિલ્મમાં આસિનની મામીની ભૂમિકાથી મળી હતી ઓળખ: ‘એક વિલન’ અને ‘પરમાણુ’ જેવી ફિલ્મોમાં પણ આપ્યું હતું યોગદાન; છેલ્લે ઇમરાન હાશ્મીની વેબ સિરીઝમાં જોવા મળ્યા હતા

Veteran actress Pravina Deshpande passes away at 60 after battle with cancer.

Veteran actress Pravina Deshpande passes away at 60 after battle with cancer.

News Continuous Bureau | Mumbai

Praveena Deshpande Demise: મનોરંજન જગત માટે ૧૭ ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ દુઃખદ સાબિત થયો છે. સવારે સલમાન ખાનના પિતા સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર આવ્યા અને મોડી સાંજે સલમાન ખાનની જ કો-સ્ટાર પ્રવીણા દેશપાંડેના અવસાનના સમાચાર સામે આવ્યા છે. વેટરન એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડે ૬૦ વર્ષની વયે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.પ્રવીણા દેશપાંડેના નિધનની માહિતી તેમના સંતાનોએ અભિનેત્રીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આપી હતી. રિપોર્ટ્સ મુજબ, વર્ષ ૨૦૧૯ થી તેમને બ્લડ કેન્સર હોવાની જાણ થઈ હતી અને ત્યારથી તેમની સારવાર ચાલી રહી હતી. મંગળવારે બપોરે ૩ વાગ્યે મુંબઈના અંધેરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો

સલમાન ખાનની ‘રેડી’ ફિલ્મથી મળી લોકપ્રિયતા

પ્રવીણા દેશપાંડેને સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રેડી’ માં ભજવેલા પાત્ર માટે હંમેશા યાદ કરવામાં આવશે. આ ફિલ્મમાં તેમણે અભિનેત્રી આસિનની મામીની ભૂમિકા ભજવી હતી, જે સલમાન અને આસિનના લગ્ન કરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમની સહજ એક્ટિંગ અને સ્મિતે દર્શકોના દિલ જીતી લીધા હતા.પ્રવીણાજીએ માત્ર ‘રેડી’ જ નહીં, પરંતુ ‘એક વિલન’, ‘પરમાણુ’ અને ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મરાઠી સિનેમાના પણ એક જાણીતા ચહેરા હતા. તેમની એક્ટિંગમાં સાદગી અને પરિપક્વતા જોવા મળતી હતી, જેના કારણે તેઓ કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે ખૂબ જ સફળ રહ્યા હતા.


પ્રવીણા દેશપાંડે છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ ‘તસ્કરી’ (Taskari) માં જોવા મળ્યા હતા. બીમારી હોવા છતાં તેમણે પોતાના કામ પ્રત્યેનો ઉત્સાહ ક્યારેય ઓછો થવા દીધો નહોતો. તેમના નિધનથી બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઉદ્યોગના અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kyunki 2 Twist। મોતના ખેલમાં ફસાઈ તુલસી, રિયાંશ સામે કાળું રહસ્ય ખુલતા જ બદલાઈ જશે આખી ગેમ
Zeenat Aman। ગ્લેમરસ લાઈફ પાછળ છુપાયેલું દર્દ પહેલા પતિએ માર્યો માર, બીજા લગ્ને જિંદગી બરબાદ કરી; 70s ની અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
TV TRP Week 19। ‘અનુપમા’ ના રેટિંગ્સ ગગડ્યા! કયા નવા શોએ મારી ધમાકેદાર એન્ટ્રી? જાણી લો કઈ સિરિયલ કયા નંબરે
Dhurandhar Uncut Version। થિયેટર કરતાં પણ વધુ ખતરનાક! ‘ધુરંધર’ ના અનકટ વર્ઝન સાથે નેટફ્લિક્સ તૈયાર, આ તારીખથી શરૂ થશે સ્ટ્રીમિંગ
Exit mobile version