Site icon News Continuous Bureau | Mumbai

MM Beg Death: બોલિવૂડમાં શોકનું મોજું: દિગ્ગજ ફિલ્મમેકર એમ.એમ. બેગનું નિધન, બંધ ફ્લેટમાંથી રહસ્યમય રીતે મળી આવ્યો મૃતદેહ

MM Beg Death: સહાયકથી દિગ્દર્શક સુધીની સફર: ગોવિંદા અને અનિલ કપૂરની અનેક ફિલ્મો સાથે જોડાયેલા હતા બેગ સાહેબ; પ્રખ્યાત ચાઈલ્ડ આર્ટિસ્ટ 'બેબી ગુડ્ડુ' ના પિતા હતા એમ.એમ. બેગ

Veteran filmmaker M.M. Beg passes away at 70; Dead body found in his Mumbai flat after neighbors complain of foul smell.

Veteran filmmaker M.M. Beg passes away at 70; Dead body found in his Mumbai flat after neighbors complain of foul smell.

News Continuous Bureau | Mumbai

MM Beg Death: હિન્દી સિનેમાના અનુભવી ફિલ્મમેકર એમ.એમ. બેગનું ૭૦ વર્ષની વયે નિધન થયું છે. તેમના પબ્લિસિસ્ટ હની ઝવેરીએ આ દુખદ સમાચાર આપતા જણાવ્યું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને એકલા રહેતા હતા. જ્યારે ૪-૫ દિવસ સુધી તેઓ ઘરની બહાર ન નીકળ્યા અને પડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો તો બેગ સાહેબનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તેમની પુત્રી શાહિંદા બેગને જાણ કરી હતી અને મોડી રાત્રે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?

એમ.એમ. બેગની ફિલ્મી સફર

એમ.એમ. બેગે પોતાના કરિયરની શરૂઆત જે. ઓમ પ્રકાશ, વિમલ કુમાર અને રાકેશ રોશન જેવા દિગ્ગજોના સહાયક તરીકે કરી હતી. તેઓ ગોવિંદાની હિટ ફિલ્મો જેવી કે ‘આદમી ખિલૌના હૈ’, ‘જૈસી કરની વૈસી ભરની’, ‘કર્ઝ ચુકાના હૈ’ અને અનિલ કપૂરની ‘કાલા બાઝાર’ તથા ‘કિશન કન્હૈયા’ જેવી ફિલ્મોના નિર્માણ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. એક દિગ્દર્શક તરીકે તેમણે નસીરુદ્દીન શાહની ‘માસૂમ ગવાહ’ (૧૯૯૦) અને શિલ્પા શિરોડકરની ‘છોટી બહૂ’ (૧૯૯૪) જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.


હની ઝવેરીએ વધુમાં જણાવ્યું કે એમ.એમ. બેગના રાકેશ રોશન સાથે ખૂબ જ ગાઢ સંબંધો હતા. હૃતિક રોશને તેનીપ્રથમ  ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી ડેબ્યુ કર્યું તે પહેલા બેગ સાહેબે તેને ડાયલોગ ડિલિવરી, અવાજ પર નિયંત્રણ અને ઉચ્ચારણો સુધારવામાં ઘણી મદદ કરી હતી.રસપ્રદ વાત એ છે કે, ૧૯૮૦ના દાયકાની સૌથી લોકપ્રિય બાલ કલાકાર ‘બેબી ગુડ્ડુ’ (શાહિંદા બેગ) તેમની જ પુત્રી છે. બેબી ગુડ્ડુએ ‘આખિર ક્યોં?’, ‘નગીના’, ‘પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે’ અને ‘ઔલાદ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version