Site icon News Continuous Bureau | Mumbai

‘વિભૂતિ નારાયણ’ ઉર્ફે આસિફ શેખે ટીવીની દુનિયામાં રચ્યો ઇતિહાસ, મળ્યો આ ખિતાબ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

અભિનેતા આસિફ શેખ એટલે કે કોમેડી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં'ના વિભૂતિ નારાયણ મિશ્રાએ ટીવીની દુનિયામાં એક ઇતિહાસ રચ્યો છે. પોતાના શાનદાર અભિનયથી લોકોનું મનોરંજન કરનારા આસિફ શેખે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ટીવી જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે.

'ભાભી જી ઘર પર હૈં' માં 300 અલગ અલગ પાત્રો ભજવવા બદલ આસિફ શેખને 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ'નો ખિતાબ મળ્યો છે. આસિફ શેખે પોતાની ઇન્સ્ટા પોસ્ટ દ્વારા પોતાના ચાહકોને આ માહિતી આપી છે. આસિફે  પોસ્ટ કરતા જ લોકોએ તેને ઈન્સ્ટા પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, લોકો સતત કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

સીને જગત નો સિતારો ખરી પડ્યો, ગુજરાતી ફિલ્મોના આ દિગ્ગજ અભિનેતાનું 78 વર્ષે નિધન;રામાનંદ સાગરની રામાયણમાં ભજવી હતી ખાસ ભૂમિકા

તમને જણાવી દઈએ કે, આસિફ છેલ્લા 6 વર્ષથી સતત આ શો સાથે જોડાયેલા છે અને ચાહકોને હસાવવા માટે કોઈ કસર છોડતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે આજ સુધી લગભગ 125 ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સાચી ઓળખ તેમને 'ભાભીજી ઘર પર હૈં' થી મળી . વર્ષોથી ટીવી પર લોકોને હસાવતા ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં' લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તમને જણાવી દઈએ કે, માત્ર વિભૂતિ નારાયણ મિશ્રા જ નહીં, પરંતુ શોનું દરેક પાત્ર ખાસ છે. દરેક પાત્રને કારણે આ શો સુપરહિટ છે એમ કહેવું ખોટું નહીં હોય.

Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Amit Shah Meets Hanuman Ansh Cast બાબા નીબ કરૌરીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ ગૃહમંત્રી અમિત શાહે સ્ટારકાસ્ટ સાથે કરી મુલાકાત, જબરદસ્ત સફળતા બદલ પાઠવ્યા અભિનંદન!
Exit mobile version