Site icon News Continuous Bureau | Mumbai

Vicky-Katrina Son Connection With Uri: વિહાન અને ‘ઉરી’ વચ્ચે છે આ અતૂટ સંબંધ! ડાયરેક્ટર આદિત્ય ધરે ખુલાસો કરતા ફેન્સ થયા ભાવુક

Vicky-Katrina Son Connection With Uri: ‘મેજર વિહાન શેરગિલ’ થી ‘વિહાન કૌશલ’ સુધીની સફર; આદિત્ય ધરે કહ્યું- ‘જીવનનું ચક્ર પૂર્ણ થયું’, જાણો વિક્કીના પુત્રના નામ પાછળનું ખાસ કારણ.

Vicky-Katrina name their son 'Vihaan': Director Aditya Dhar reveals the special connection with movie 'Uri

Vicky-Katrina name their son 'Vihaan': Director Aditya Dhar reveals the special connection with movie 'Uri

News Continuous Bureau | Mumbai

Vicky-Katrina Son Connection With Uri: બોલિવૂડનું લોકપ્રિય કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ અત્યારે પેરન્ટહુડ એન્જોય કરી રહ્યા છે. 7 જાન્યુઆરીના રોજ કપલે સોશિયલ મીડિયા પર તેમના પુત્રની નાનકડી ઝલક શેર કરી તેનું નામ ‘વિહાન’ જાહેર કર્યું હતું. આ નામ સામે આવતા જ ફેન્સ અને સેલેબ્સમાં ખુશીની લહેર જોવા મળી છે, પરંતુ આ નામ સાથે વિક્કીની કરિયરની સૌથી મોટી ફિલ્મ જોડાયેલી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Katrina Kaif and Vicky Kaushal: કેટરિના કૈફ અને વિક્કી કૌશલે જાહેર કર્યું પુત્રનું નામ: ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ક્યુટ તસવીર, જાણો શું છે અર્થ

‘ઉરી’ ફિલ્મ અને વિહાન વચ્ચેનું કનેક્શન

વિક્કી કૌશલના પુત્રના નામનો સીધો સંબંધ તેની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ સાથે છે. વર્ષ 2019માં આવેલી આ ફિલ્મમાં વિક્કી કૌશલે જે મુખ્ય પાત્ર ભજવ્યું હતું તેનું નામ ‘મેજર વિહાન શેરગિલ’ હતું. આ ફિલ્મ વિક્કીની કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી અને હવે તેણે પોતાના રિયલ લાઈફ પુત્રનું નામ પણ ‘વિહાન’ રાખ્યું છે.


‘ઉરી’ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધરે વિક્કી-કેટરીનાની પોસ્ટ પર કોમેન્ટ કરીને આ કનેક્શન વિશે વાત કરી હતી. આદિત્યએ લખ્યું, “વિક્કી અને કેટરીનાને ખૂબ ખૂબ અભિનંદન. મારા વિક્કુ, મેજર વિહાન શેરગિલના પાત્રને પડદા પર જીવંત કરવાથી લઈને હવે નાના વિહાનને તારા હાથમાં પકડવા સુધી, જીવનનું ચક્ર ખરેખર પૂર્ણ થયું છે. તમે બંને અદભૂત માતા-પિતા બનશો.” વિક્કી કૌશલ અને કેટરીના કૈફે 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. 7 નવેમ્બર 2025ના રોજ તેઓએ પુત્રનું સ્વાગત કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Deepika Padukone’s Commitment કામ જ પૂજા છે.. દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સી દરમિયાન એક્શન શૂટિંગ કરીને સેટ કર્યા નવા માપદંડો.
The Odyssey Tickets in India ભારતમાં ‘ધ ઓડિસી’ ની ટિકિટો થઈ મોંઘી, પ્રીમિયમ સીટના ભાવ 3 હજારને પાર..
The Odyssey X Reviews શું નોલાનની ફિલ્મ ‘ધ ઓડિસી X’ ઓવરરેટેડ છે? ફેન્સની પ્રતિક્રિયાઓ સામે આવી
Arjun Bijlani Fumes Over Mouni Roy’s Dating Rumours મૌની રોય સાથેના ડેટિંગ અફવાઓ પર ભડક્યા અર્જુન બિજલાની, કહ્યું 15 વર્ષની મિત્રતા પર પાણી ફરી વળ્યું
Exit mobile version