Site icon News Continuous Bureau | Mumbai

Vicky kaushal: આવા અવતાર માં જંગલ માં ફરતો જોવા મળ્યો વિકી કૌશલ, અભિનેતા ની આ ઐતિહાસિક ફિલ્મના સેટ પર ની તસવીર થઇ લીક

Vicky kaushal: વિકી કૌશલ ની છેલ્લી આવેલી ફિલ્મ સેમ બહાદુર માં તેના અભિનયના વખાણ થયા હતા. હવે વિકી કૌશલ ની એક તસવીર સામે આવી છે જેમાં તે જટાધારી અવતાર માં જંગલ માં ફરતો જોવા મળી રહ્યો છે.

vicky kaushal film chhaava chhatrapati sambhaji maharaj look leaked

vicky kaushal film chhaava chhatrapati sambhaji maharaj look leaked

News Continuous Bureau | Mumbai

Vicky kaushal: વિકી કૌશલ હાલ તેની ફિલ્મ સેમ બહાદુર ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ માં તેના અભિનય ના ખુબ વખાણ થયા હતા. હવે વિકી બીજા ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે આ દરમિયાન વિકી ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીર માં વિકી જટાધારી અવતાર માં જંગલ માં ફરતો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીર વિકી કૌશલ ની ફિલ્મ ‘છાવાઃ ધ ગ્રેટ વોરિયર’ ની છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: MIFF: એનએફડીસીએ 18મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એમઆઈએફએફ)માં એક્સક્લુઝિવ એનિમેશન વર્કશોપની જાહેરાત કરી

વિકી કૌશલ ની તસવીર  થઇ વાયરલ 

વિકી કૌશલ તેની ઐતિહાસિક ડ્રામા ‘છાવાઃ ધ ગ્રેટ વોરિયર’ ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મ નું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. આ ફિલ્મ માં વિકી છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં જોવા મળશે.આ દરમિયાન વિકી ની છાવા ના સેટ પર ની તસવીર લીક થઇ છે જેમાં વિકી છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે આ માટે તેને લાંબી દાઢી અને મૂછો રાખી છે. આ ઉપરાંત તેના વાળ પણ લાંબા રાખ્યા છે જેને તેને જટામાં બાંધ્યા છે. વિકી ની આ તસવીરો જોઈ ચાહકો ની ઉતેજના વધી ગઈ છે.


તમને જણાવી દઈએ કે ફિલ્મ છાવા ની વાર્તા ડૉ. જયસિંગરાવ પવારના મરાઠી પુસ્તક પર આધારિત છે, જેમાં સંભાજીના શાસનકાળની ઘટનાઓ અને સિદ્ધિઓનું વર્ણન છે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના ગૌરવ અને હિંમત તેમજ સંભાજી દ્વારા સામનો કરવામાં આવેલ વ્યક્તિગત અને રાજકીય પડકારોને દર્શાવશે.આ ફિલ્મ માં વિકી કૌશલ સંભાજી મહારાજ ની ભૂમિકા માં તો રશ્મિકા મંદન્ના સંભાજીની પત્ની યેસુબાઈની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version