Site icon

રાકેશ ઓમપ્રકાશ મહેરાની આગામી ફિલ્મમાં આ ભૂમિકા માં નજર આવશે વિકી કૌશલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022        

Join Our WhatsApp Community

મંગળવાર

 

બોલિવૂડના ફેમસ એક્ટર વિકી કૌશલે પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. વિકી કૌશલ ટૂંક સમયમાં 'ગોવિંદા નામ મેરા' અને 'સામ બહાદુર' જેવી ફિલ્મોમાં જોવા મળશે.પરંતુ ખાસ વાત એ છે કે જેમ જેમ તેની આગામી ફિલ્મોની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ તેને અન્ય નવા પ્રોજેક્ટ પણ મળી રહ્યા છે. વાસ્તવમાં, વિકી કૌશલ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દી જ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મમાં 'મહાભારત'ના   'કર્ણ'નું પાત્ર ભજવતો જોવા મળશે.

વિકી કૌશલ પણ થોડા સમય પહેલા મુંબઈમાં ફિલ્મમેકર રાકેશ ઓમ પ્રકાશ મેહરા અને રિતેશ સિધવાની સાથે જોવા મળ્યો હતો. ત્યારથી ત્રણેયના સહયોગની અટકળો ચાલી રહી હતી. નવીનતમ અહેવાલો અનુસાર, ત્રણેયએ મેગા બજેટ ફિલ્મ 'કર્ણ' માટે હાથ મિલાવ્યા છે. વિકીના એક નજીકના સહયોગીએ આ વિશે જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટ રાકેશના દિલની ખૂબ નજીક છે અને તે છેલ્લા ઘણા સમયથી તેના પર ફિલ્મ બનાવવા માંગતો હતો."વિકી કૌશલની નજીકના એક સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, "આ પૌરાણિક ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકા ભજવશે. રાકેશ આ ફિલ્મ કર્ણના પરિપ્રેક્ષ્યથી બનાવશે. આ ફિલ્મ એક્સેલ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવશે અને ત્રણેય આ પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે અને વિકીએ તેના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પુષ્પાનો ક્રેઝ એટલો વધ્યો છે કે હવે શ્રી વલ્લીનું ભોજપુરી વર્ઝન શુટિંગ ભેસોની વચ્ચે થયું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ પહેલા આ ફિલ્મના લીડ રોલ માટે શાહિદ કપૂરનું નામ સામે આવ્યું હતું. પરંતુ હવે આ ફિલ્મમાં વિકી કૌશલ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય વિકી કૌશલ તેની આગામી ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા'ને લઈને પણ ચર્ચામાં છે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version