Site icon

કેટરિના અને વિકીનાં લગ્નમાં ઈન્ટરનેશનલ મહેમાનો પણ હાજરી આપશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર.

વિકી કૌશલ અને કેટરિના કૈફ સવાઈ માધોપુરમાં 7થી 9 ડિસેમ્બરથી વચ્ચે લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેટરિના અને વિકીનાં લગ્નમાં ઈન્ટરનેશનલ મહેમાનો પણ સામેલ થશે, તેમાંથી એક નામ પેરુના ફોટોગ્રાફર મારિયો ટેસ્ટિનોનું છે. ટેસ્ટિનોને પણ કેટ-વિકના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ટેસ્ટિનો એ જ ફોટોગ્રાફર છે, જેની સાથે કેટરિનાએ ફેમસ હોટ ટોવલ ફોટો શૂટ કર્યો હતો. કેટરિના કૈફે 2017માં શરીરે માત્ર ટુવાલ વીંટીને ફોટા પડાવ્યા હતા. આ ગરમાગરમ ફોટો પોસ્ટ કરીને કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેણે ફોટોશૂટ કરનાર મારિયો માટે લખ્યું હતું, 'શાનદાર ટોવલ સિરીઝ માટે, શૂટિંગનો શાનદાર અનુભવ આપવા માટે તમારો આભાર મારિયો ટેસ્ટિનો. તમે જરૂરથી પાછા આવો અને અમને લોકોને મળો.' કેટરિના આ ફોટો શૂટને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તે ઉપરાંત દિવંગત એક્ટર સુશાંત સિંહે પણ મારિયો ટેસ્ટિનોની ટોવેલ સિરીઝ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. કેટરિના અને મારિયો ટેસ્ટિનોની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. ત્યાર બાદ બંનેએ સાથે ઘણા ફોટો શૂટ કર્યાં છે. એમાંથી ટોવેલ સિરીઝ પણ એક હતી. આ ફોટોશૂટ સિરીઝમાં કેટરિના સિવાય સેલેના ગોમેઝ, કેન્ડલ જેનર, સિન્ડી ક્રોફર્ડ જેવી ગ્લોબલ સેલિબ્રિટીઝ પણ સામેલ થઈ હતી. દીકરા આર્યનના ડ્રગ કેસને કારણે પરેશાન શાહરુખ ખાન પણ કેટરિનાનાં લગ્નમાં સામેલ થવા રાજસ્થાન પહોંચશે. જોકે તે થોડા કલાક માટે જ આ લગ્નમાં હાજરી આપશે. ગૌરી ખાન આ લગ્નમાં સામેલ નહીં થાય. શાહરુખ ઉપરાંત કેટરિનાનાં લગ્નમાં કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વરુણ ધવન અને નતાશા દલાલ પણ સામેલ થશે.

 

પરફેક્ટ ફિગર ધરાવતી આ બોલિવૂડ અભિનેત્રીઓનો ક્યારેક મોટાપાને લઈને ઉડતો હતો મજાક, આજે લાખો લોકો છે તેમની સુંદરતાના દીવાના ; જાણો તેમની સુંદરતા પાછળ નું કારણ

 

સવાઈ માધોપુરના ચૌથના બરવાડા સ્થિત આવેલો મહેલ સિક્સ સેન્સ હવે હોટલમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે. કેટ-વિકીનાં લગ્નનું બુકિંગ કન્ફર્મ થયા બાદ અહીં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજી સુધી કેટ-વિકીએ ઓફિશિયલી લગ્નની જાહેરાત કરી નથી. પૂરો કાર્યક્રમ ખાનગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુરુવાર, 25 નવેમ્બરના રોજ હોટલમાં આતશબાજી, ડાન્સ તથા અન્ય બાબતોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કઈ જગ્યાએ કયા ફંક્શન થશે એને અંતિમ રૂપરેખા આપવામાં આવી હતી

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version