News Continuous Bureau | Mumbai
ચાહકો તમને ફેવરેટ સ્ટાર્સ ની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિષે બધું જ જાણવા માંગતા હોય છે. આવી સ્થિતિ માં બોલિવૂડ સેલેબ્સ ક્યારેક તેમની જૂની તસવીરો તેમના ચાહકો સાથે શેર કરતા રહે છે. આવા જ બોલિવૂડના એક સ્ટારે પોતાની બાળપણની તસવીર ( childhood pic ) શેર કરી છે, જેમાં તે સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ દરમિયાન છોકરીઓ ની પાછળ ( background ) ડાન્સ ( dancing ) કરતો જોવા મળી રહ્યો છે. કદાચ તમે પણ આ ફિલ્મ સ્ટારને ઓળખી નહીં શક્યા હોવ.તો ચાલો તમને જણાવીએ તે સ્ટાર ( vicky kaushal ) કોણ છે.
તસવીર માં ડાન્સ કરતો છોકરો આજે છે બોલિવૂડ નો સફળ અભિનેતા
જો તમે હજુ સુધી આ છોકરા ને ના ઓળખી શક્યા હોય તો, તો તમને જણાવી દઈએ કે તસવીરમાં છોકરીઓ ની પાછળ ડાન્સ કરી રહેલો આ બાળક બીજું કોઈ નહીં પણ એક્ટર વિકી કૌશલ છે. તસવીરમાં તે બેકગ્રાઉન્ડ માં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વિકી કૌશલે પોતે જ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી હતી. તેણે લખ્યું, “બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરવાનો જીવનમાં ઘણો અનુભવ છે.” વિકી કૌશલે 9 ડિસેમ્બરે રાજસ્થાનની ફોર્ટ બરવાડા હોટેલ સિક્સ સેન્સમાં કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા છે. બંને સ્ટાર્સે ગયા વર્ષે એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નને એક વર્ષ થવા જઈ રહ્યું છે. વિક્કી કૌશલની ગણતરી હાલમાં હિન્દી સિનેમાના સિલેક્ટેડ સ્ટાર્સમાં થાય છે.તમને જણાવી દઈએ કે, કેટરીના કૈફ સલમાન ખાન ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.
આ સમાચાર પણ વાંચો: ફિલ્મ લીગર ને કારણે મુશ્કેલીમાં મુકાયો સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા,ED એ કરી અભિનેતાની 9 કલાક સુધી પૂછતાછ
વિકી કૌશલ ની કારકિર્દી
વિકી કૌશલે પોતાના ફિલ્મી કરિયરમાં ‘સંજુ’, ‘રાઝી’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘સરદાર ઉધમ’, જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં તેના અભિનય ના ખૂબ વખાણ થયા હતા. હવે વિકી ની આગામી ફિલ્મ ‘’ગોવિંદા નામ મેરા’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકો એ તેને ખુબ પસંદ કર્યું છે. આ ફિલ્મ 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.