News Continuous Bureau | Mumbai
વિદ્યા બાલન બોલિવૂડની દમદાર અભિનેત્રી છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે તેણે તેના દમદાર અભિનયથી લોકો પર ઊંડી છાપ છોડી છે.વિદ્યા એ ફિલ્મ ‘ઈશ્કિયા’ અને ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મોમાં તેની બોલ્ડ અદાઓ બતાવી હતી. આ દિવસોમાં તેની ખૂબ જ બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે. જે ફોટો વાયરલ થયો છે તે સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જો કે આ તસવીર હાલ ની નથી, તે લગભગ 8 વર્ષ જૂની છે, જ્યારે વિદ્યા એ ડબ્બુ રત્નાનીના કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે, લાંબા સમય પછી, ડબ્બુએ ફરી આ ફોટો શેર કરતાની સાથે જ આ તસવીર ફરી એકવાર વાયરલ થઈ ગઈ.
વિદ્યા બાલન ની બોલ્ડ તસવીર થઇ વાયરલ
ફોટોમાં વિદ્યા બાલન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તે સંપૂર્ણપણે કપડા વગરની દેખાઈ રહી છે. તેણે પોતાનું શરીર ફક્ત ન્યુઝ પેપર થી ઢાંક્યું છે. તેના લુકની વાત કરીએ તો તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને હાઈ હીલ્સ પહેરેલી જોવા મળે છે. તેણે એક હાથમાં કોફીનો મગ અને બીજા હાથમાં ન્યુઝ પેપર છે. ખુરશી પર બેસીને તે પોઝ આપી રહી છે. તેનો લુક ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.
ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા
વિદ્યા બાલનની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.8 વર્ષ પછી ફરી એકવાર આ ફોટાએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે. આ પોસ્ટની નીચે ફેન્સની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “કોઈ ગરમ સમાચાર?” અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “ધ ડર્ટી પિક્ચર કી યાદ આ ગઈ.” અન્ય એક યુઝરે લખ્યું, “ડર્ટી પિક્ચરની સિક્વલ આને વાલી હૈ ક્યા?” લોકોની આવી ઘણી વધુ કોમેન્ટ જોવા મળી રહી છે. એક યુઝરે અભિનેત્રીને બોલ્ડ વિથ બ્યુટીનું ટેગ આપ્યું હતું.
