Site icon News Continuous Bureau | Mumbai

Vijay Deverakonda: ગેમિંગ એપ ના મામલા માં ફસાયા બાદ વિજય દેવરાકોંડા એ સ્પષ્ટતા આપતા કહી આવી વાત

Vijay Deverakonda: ED સામે હાજર થયા બાદ વિજય દેવરાકોંડા એ કહ્યું કે તે માત્ર કાયદેસર ગેમિંગ એપ્સના પ્રમોશન સાથે જોડાયેલો છે

Vijay Deverakonda Clarifies on Gaming App Case

Vijay Deverakonda Clarifies on Gaming App Case

News Continuous Bureau | Mumbai

Vijay Deverakonda: દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) એ ગેમિંગ એપ (Gaming App) મામલે પોતાની સ્પષ્ટતા આપી છે. તાજેતર માં જ તેઓ Enforcement Directorate (ED) સામે હાજર થયા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે ED દ્વારા તેમને ગેમિંગ એપ્સના પ્રમોશન અંગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, બેટિંગ એપ્સ (Betting Apps) અંગે નહીં.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhadak 2: ચાર જ દિવસ માં હાંફી ગઈ તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ‘ધડક 2’, દર્શકો ને આકર્ષવા મેકર્સ એ રમ્યો મોટો દાવ

વિજય દેવરાકોંડા ની સ્પષ્ટતા

વિજયે જણાવ્યું કે, “મારું જોડાણ માત્ર કાયદેસર ગેમિંગ એપ્સ સાથે છે. બેટિંગ એપ્સ સાથે કોઈ સંબંધ નથી. ગેમિંગ અને બેટિંગ વચ્ચે સ્પષ્ટ ફરક છે. જો એપ્સ સરકારના નિયમો હેઠળ કાર્ય કરે છે, તો તે ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે?” તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટ અને રાજ્ય સરકાર નક્કી કરશે કે શું કાયદેસર છે અને શું નહીં.


ED હાલમાં 29 સેલિબ્રિટીઝની તપાસ કરી રહી છે જેમણે વિવિધ ઓનલાઇન એપ્સના પ્રમોશન કર્યા હતા. ED તપાસી રહી છે કે શું આ સેલિબ્રિટીઝને ખબર હતી કે તેઓ બેટિંગ પ્લેટફોર્મ્સ (Betting Platforms)ને પ્રમોટ કરી રહ્યા છે. સાથે સાથે આ સેલિબ્રિટીઝના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ટ્રેલ્સ પણ ચકાસી રહ્યા છે.EDની સૂચિમાં પ્રકાશ રાજ (Prakash Raj), રાણા દગ્ગુબાટી (Rana Daggubati), નિધી અગ્રવાલ (Nidhi Agarwal), મંચુ લક્ષ્મી (Manchu Lakshmi), અનન્યા નાગલ્લા (Ananya Nagalla) અને શ્રીમુખી (Sreemukhi) જેવા નામો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kyunki 2 Twist। મોતના ખેલમાં ફસાઈ તુલસી, રિયાંશ સામે કાળું રહસ્ય ખુલતા જ બદલાઈ જશે આખી ગેમ
Zeenat Aman। ગ્લેમરસ લાઈફ પાછળ છુપાયેલું દર્દ પહેલા પતિએ માર્યો માર, બીજા લગ્ને જિંદગી બરબાદ કરી; 70s ની અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
TV TRP Week 19। ‘અનુપમા’ ના રેટિંગ્સ ગગડ્યા! કયા નવા શોએ મારી ધમાકેદાર એન્ટ્રી? જાણી લો કઈ સિરિયલ કયા નંબરે
Dhurandhar Uncut Version। થિયેટર કરતાં પણ વધુ ખતરનાક! ‘ધુરંધર’ ના અનકટ વર્ઝન સાથે નેટફ્લિક્સ તૈયાર, આ તારીખથી શરૂ થશે સ્ટ્રીમિંગ
Exit mobile version