News Continuous Bureau | Mumbai
Vijay deverakonda on animal: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ એનિમલનું ટીઝર ગઈકાલે અભિનેતા ના જન્મદિવસ ના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું હતું.આ ટીઝરને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. આ ટીઝર માં રણબીર અને રશ્મિકા મંડન્નાના કેટલાક સીન પણ બતાવવામાં આવ્યા હતા. ચાહકોને તેમની જોડી પહેલી નજરમાં જ પસંદ આવી હતી. હવે આ ફિલ્મના ટીઝર પર રશ્મિકા મંડન્નાના કથિત બોયફ્રેન્ડ વિજય દેવરાકોંડા એ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વિજય દેવરાકોંડા એ કર્યું ટ્વીટ
રશ્મિકાના કથિત બોયફ્રેન્ડ વિજય દેવરાકોંડાએ પણ ટીઝરના વખાણ કરવા માટે તેના ટ્વીટર એકાઉન્ટ પર રશ્મિકાને ‘ડાર્લિંગ’ કહીને એનિમલની ટીમને શુભેચ્છા પાઠવી.પોતાના ટ્વિટમાં વિજય દેવેરાકોંડાએ ‘અર્જુન રેડ્ડી’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા અને રશ્મિકા મંદન્નાને એનિમલ માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેણે તેના ફેવરિટ રણબીર કપૂરને પણ તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વિજયે તેના ટ્વીટમાં લખ્યું, ‘મારા પ્રિયતમ સંદીપ રેડ્ડી વાંગા અને રશ્મિકા મંડન્નાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…અને મારા પ્રિય આરકેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!’
Wishing my Darlings @imvangasandeep @iamRashmika ❤️ And my fav RK the very best and Happy Birthday! #AnimalTeaserhttps://t.co/O7zYnKIlA1
— Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2023
રશ્મિકા એ આપ્યો વિજય દેવરાકોંડા ના ટ્વીટ નો જવાબ
જ્યારે વિજય દેવરાકોંડાએ ‘એનિમલ’ના ટીઝરની પ્રશંસા કરી અને દરેકને શુભેચ્છા પાઠવી, ત્યારે રશ્મિકા મંડન્નાએ તરત જ અભિનેતાનો આભાર માન્યો. વિજય દેવેરાકોંડાએ ટ્વિટ કર્યા પછી તરત જ, રશ્મિકાએ અભિનેતાના શબ્દો પર પ્રતિક્રિયા આપી અને જવાબ આપ્યો, ‘આભાર વિજય દેવરાકોંડા.. તમે શ્રેષ્ઠ છો!’ રસપ્રદ વાત એ છે કે, વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદન્નાના ડેટિંગના સમાચાર હેડલાઇન્સ બની રહ્યા છે. અફવા છે કે બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે.
Thankyouuuuuuu @TheDeverakonda 🤗❤️
You be the bestestestestttt! ❤️ https://t.co/vz9MCFhsiA— Rashmika Mandanna (@iamRashmika) September 28, 2023
ફિલ્મ એનિમલ માં પહેલીવાર રણબીર કપૂર અને રશ્મિકા મંડન્ના ની જોડી જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મ માં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થશે
આ સમાચાર પણ વાંચો : Animal teaser: રણબીર કપૂર ના જન્મદિવસે તેના ફેન્સ ને મળી મોટી ગિફ્ટ, અભિનેતા ની બહુ ચર્ચિત ફિલ્મ એનિમલ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, જુઓ વિડીયો
