Site icon News Continuous Bureau | Mumbai

Vikrant massey: વિક્રાંત મેસી એ બતાવી ગોધરા કાંડ ની ઝલક, ધ સાબરમતી રિપોર્ટ ના વિડીયો સાથે જાહેર કરી ફિલ્મ ની રિલીઝ ડેટ

Vikrant massey: વિક્રાંત મેસી તેની આવનારી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ને કારણે ચર્ચામા છે. હવે આ ફિલ્મ નું ટીઝર રિલીઝ થયું છે અને સાથે જ તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

vikrant massey shares the sabarmati report teaser

vikrant massey shares the sabarmati report teaser

News Continuous Bureau | Mumbai 

Vikrant massey: વિક્રાંત મેસી હાલ તેની ફિલ્મ 12મી ફેલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ હિટ જતા વિક્રાંત હવે એકતા કપૂર ની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ માં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા 22 વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં સાબરમતી ટ્રેન પર થયેલા હુમલા અને તેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા તેના પર આધારિત છે. વિક્રાંત મેસી આ ફિલ્મ માં ન્યુઝ એન્કર ની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આ ફિલ્મ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે સાથે જ ફિલ્મ ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે . 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Article 370: આર્ટિકલ 370 ના મેકર્સ ને પડ્યો મોટો ફટકો, આ દેશોમાં બેન કરવામાં આવી યામી ગૌતમ ની ફિલ્મ

ધ સાબરમતી રિપોર્ટ  નું ટીઝર 

ધ સાબરમતી રિપોર્ટ ના ટીઝર ની શરૂઆત માં જોવા મળી રહ્યું છે કે વિક્રાંત ન્યુઝ રૂમ માં બેઠો એન્કરિંગ કરી રહ્યો છે. વિક્રાંત હિન્દીમાં સાબરમતી દુર્ઘટના વિશે જણાવે છે. સમાચાર વાંચતી વખતે તે અચાનક અટકી જાય છે અને કહે છે કે સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત અકસ્માત નહોતો. આ પછી, ટ્રેન સળગાવવાના, નાસભાગના દ્રશ્યો જોવા મળે છે.


ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’નો વીડિયો શેર કરતા વિક્રાંત મેસીએ લખ્યું કે, ’22 વર્ષ પહેલા ગોધરા ની સળગતી ટ્રેનમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા, આજે હું તે તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથે જ ‘ધ સાબરમતી રિપોર્ટ’ રજૂ કરી રહ્યો છું જે  3 મે, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version