Site icon News Continuous Bureau | Mumbai

જન્મદિને લતા મંગેશકર ને મળી અનમોલ ભેટ : પબ્લિશ ન થયેલું ગીત રજૂ કરવામાં આવ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

લતા મંગેશકરના 92મા જન્મદિવસે તેમનું ગીત (લતા મંગેશકરે ન સાંભળેલું ગીત) ' ઠીક નહીં લગતા…રિલીઝ થયું છે. આ ગીત આજથી 26 વર્ષ પહેલાં લતા મંગેશકરે ગાયું હતું. લતાના અવાજમાં રેકૉર્ડ થયેલું આ જાદુઈ ગીત કોઈ કારણસર રિલીઝ થઈ શક્યું નહીં, જે વિશાલ ભારદ્વાજે લતા મંગેશકરના જન્મદિવસે રિલીઝ કર્યું છે.

એવું કહેવાય છે કે લતા મંગેશકરે આ ગીત એક ફિલ્મ માટે ગાયું હતું, પરંતુ કેટલાંક કારણોસર એ રિલીઝ થઈ શક્યું નહીં અને આ સાથે આ ગીત પણ ક્યાંક ખોવાઈ ગયું. આ ગીત વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કર્યું હતું અને તેની હૃદયસ્પર્શી પંક્તિઓ ગુલઝારે લખી હતી. હવે વર્ષો પછી આ ગીત ફરી એક વાર વિશાલ ભારદ્વાજના હાથમાં આવ્યું અને તેણે નક્કી કર્યું કે એ તેમના (લતા મંગેશકરના) જન્મદિવસે રિલીઝ કરશે.

વિશાલ ભારદ્વાજે આ ગીત માટે પોસ્ટ કર્યું છે અને લખ્યું છે : આ ગીત લગભગ બે દાયકા પહેલાં કમ્પોઝ કરવામાં આવ્યું હતું, હવે રિઓર્ચેસ્ટ્રેટ સાથે ફરીથી રિલીઝ થયું. તેમણે કહ્યું કે કમનસીબે જે ફિલ્મ માટે આ ગીત રચવામાં આવ્યું હતું એ ફિલ્મ બનાવવામાં આવી ન હતી અને તેની સાથે આ ગીત પણ ક્યાંક ખોવાઈ ગયું હતું. જોકે તેમણે લાંબા સમયથી આશા રાખી હતી કે એક દિવસ આ ફિલ્મ ચોક્કસપણે બનશે, પરંતુ 10 વર્ષ પછી સ્પષ્ટ થઈ ગયું કે આ ફિલ્મ નહીં બને.

કરિશ્મા કપૂરની સામે પિતા રણધીરે રોમૅન્ટિક દૃશ્યો વિશે કંઈક એવું કહ્યું કે દીકરી શરમથી લાલ થઈ ગઈ

લતા મંગેશકર પણ તેમના જન્મદિવસે આ સુંદર ભેટથી ખૂબ જ ખુશ છે. એક મીડિયા હાઉસના અહેવાલમાં લતા મંગેશકરે આ ગીત પર પ્રતિક્રિયા આપી છે અને લખ્યું છે કે : એ સમયે વિશાલ ભારદ્વાજ નવા સંગીતકાર હતા, પરંતુ તેમના દ્વારા રચિત ગીતો સારી ગુણવત્તાનાં હતાં. મેં ફિલ્મ માચીસમાટે બે ગીત ગાયાં હતાં – ‘એ હવા…’ અને પાની પાની રે…’ બીજું ગીત ફિલ્મમાં હતું, પણ પહેલું ગીત ફિલ્મમાંથી ગાયબ હતું કારણ કે ફિલ્મમાં પરિસ્થિતિ ગીત પ્રમાણે નહોતી. એ પછી અમે ફરી એક વાર 'ઠીક નહીં લગતા…ગાવા આવ્યાં, પરંતુ એ ફિલ્મ ક્યારેય બની ન હતી. હવે ઘણાં વર્ષો પછી આ ગીત રિલીઝ થઈ રહ્યું છે, મને આશા છે કે શ્રોતાઓને આ ગીત તેમ જ આ ગીતના શબ્દો ગમશે.

 

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version