Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ ‘પઠાણ’ નો વિરોધ રિલીઝ પહેલા બન્યો તીવ્ર, વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તા એ સુરત ના સિનેમા હોલમાં કરી તોડફોડ

ફિલ્મ ‘પઠાણ’ નો વિવાદ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. ફિલ્મ ને રિલીઝ થવાને માત્ર બે દિવસ જ બાકી છે ત્યારે ગુજરાત ના સુરત માં આવેલ એક થિયેટર માં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો એ ફિલ્મ ની વિરુદ્ધ માં પ્રદર્શન કર્યું હતું અને સિનેમા હોલ માં તોડફોડ કરી હતી.

pathan advance booking ticket rate high

શાહરુખ ખાન નો ક્રેઝ બરકરાર: 2400 રૂપિયામાં વેચાઈ ફિલ્મ ‘પઠાણ’ ની ટિકિટ,બધા શો થયા હાઉસફૂલ

News Continuous Bureau | Mumbai

દેશભરમાં ‘પઠાણ’ ફિલ્મ નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમ જેમ આ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. તેમ તેમ તેના બહિષ્કાર ના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ આવી જ એક ઘટના ગુજરાતના સુરતમાં જોવા મળી હતી. અહીં વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકરો એ એક સિનેમા હોલમાં તોડફોડ કરી હતી.

Join Our WhatsApp Channel

ફિલ્મ પઠાણ ને લઇ ને સુરત ના થિયેટર માં તોડફોડ 

તમને જણાવી દઈએ કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એ સુરતના રૂપાલી સિનેમા હોલમાં ફિલ્મ ‘પઠાણ’ ના પોસ્ટર ફાડી નાખ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. આ પછી પોલીસે પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક સિનેમા હોલમાંથી ફરિયાદ મળી હતી કે કેટલાક લોકો ફિલ્મ ના વિરોધમાં પોસ્ટર ફાડીને ઉપદ્રવ પેદા કરી રહ્યા છે. ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેઓ વિશ્વ હિન્દુ પરિષદના છે. જણાવી દઈએ કે શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ તેના ‘બેશરમ રંગ’ ગીતના કારણે બહિષ્કારની ધમકીનો સામનો કરી રહી છે. આ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી છે.જેને લઇ ને કેટલાક સંગઠનો એ આની સામે વાંધો જતાવ્યો છે, જેના કારણે વિવિધ સ્થળોએ આ ફિલ્મનો વિરોધ જોવા મળી રહ્યો છે.

ફિલ્મ પઠાણ 25 તારીખે થશે રિલીઝ 

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ પહેલા પણ અનેક સંગઠનો એ ફિલ્મ સામે વિરોધ કરી ચુક્યા છે. તેનું એક સ્વરૂપ સુરતના સિનેમા હોલમાં જોવા મળ્યું. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મનો બહિષ્કાર કરનારા લોકો કેટલી હદે સફળ થાય છે. શાહરૂખના ચાહકો આ ફિલ્મની રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, વેપાર વિશ્લેષકો રાહ જોઈ રહ્યા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરશે.

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version