Site icon

Vivek agnihotri: આમંત્રણ મળવા છતાં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી નહીં આપી વિવેક રંજન અગ્નિહોત્રી, ધ કાશ્મીર ફાઇલ્સ ડિરેક્ટરે જણાવ્યું આ પાછળ નું કરણ

Vivek agnihotri: ધ કાશ્મીર ફાઇલ્સ ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી ને રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના નથી.જેની જાણકારી વિવેક અગ્નિહોત્રી એ પોતા આપી છે.

vivek agnihotri not being able to attend ramlala pran pratishtha event

vivek agnihotri not being able to attend ramlala pran pratishtha event

News Continuous Bureau | Mumbai

Vivek agnihotri: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ થવાનો છે. આ શુભ અવસર પર ઘણી બોલિવૂડ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બોલિવૂડ હસ્તી માં ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી નું નામ પણ સામેલ છે તેમને પણ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નું આમન્ત્રણ મળ્યું છે. પરંતુ વિવેક રંજન અગ્નિહોત્રી આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

Join Our WhatsApp Community

 

 વિવેક અગ્નિહોત્રી એ અયોધ્યા ના જવાનું કારણ જણાવ્યું 

વિવેક અગ્નિહોત્રી એ તેમના એક્સ (ટ્વીટર) પર આમંત્રણની તસવીરો શેર કરતા લખ્યું, “મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીની ઓફિસમાંથી ફોલોઅપ માટે ઘણી વખત ફોન આવ્યા. મહિલાએ મને ખૂબ જ વ્યાવસાયિક રીતે મુસાફરીની વિગતો પૂછી. દરેકની સલામતી અને આરામને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજીનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હું અભિષેકમાં હાજર રહી શકતો નથી કારણ કે હું 22મી જાન્યુઆરીએ કેટલાક અનિવાર્ય કારણોસર ભારતમાં નથી. માત્ર રામજી જ જાણે છે કે હું કેટલો દુઃખી છું.”


તમને જણાવી દઈએ કે, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક) 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:15 થી 12:45 વચ્ચે યોજાનાર છે.મીડિયા રિપોર્ટ મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા 7,000 થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બીગ બોસ 17 નો વિકેન્ડ કા વાર બનશે મજેદાર, સલમાન ખાન પૂછશે વિકી જૈન ની ભાભી ને સવાલ

 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version