Site icon

National film award: નેશનલ એવોર્ડ સેરેમની માંથી સામે આવેલ તસવીરોમાંથી એક તસવીરે જીત્યું લોકો નું દિલ, એક જ ફ્રેમ માં જોવા મળી ઇન્ડસ્ટ્રી ની દિગ્ગ્જ અભિનેત્રી

National film award: 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત બાદ, 17 ઓક્ટોબરે દિલ્હીમાં તમામ વિજેતાઓને આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. દરમિયાન, આ એવોર્ડ સેરેમની માંથી ઘણા વિડીયો અને તસવીરો સામે આવી રહી છે. પરંતુ એક તસ્વીર એવી છે જે લોકોના દિલ જીતી રહી છે.

waheeda rehman, alia bhatt, kriti sanon and pallavi joshi get pose together at national film award

waheeda rehman, alia bhatt, kriti sanon and pallavi joshi get pose together at national film award

News Continuous Bureau | Mumbai 

National film award: ગઈકાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિજેતાઓને રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, કૃતિ સેનન, પલ્લવી જોશી, કરણ જોહર, વિવેક અગ્નિહોત્રી, અલ્લુ અર્જુન, એસ એસ રાજામૌલી, આર માધવન જેવા કલાકાર દિલ્હી પહોંચ્યા હતા. આ અવસર પર ફિલ્મ ઉદ્યોગની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને દેશના સૌથી મોટા એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શાલ ઓઢાડી અને એવોર્ડ પણ આપ્યો. આ પ્રસંગે વિજ્ઞાન ભવનમાં બેઠેલા તમામ હોદ્દેદારો એ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી વહીદાનું સ્વાગત કર્યું હતું. 

Join Our WhatsApp Community

 

એક જ ફ્રેમ માં જોવા મળી ઇન્ડસ્ટ્રી ની શ્રેષ્ઠ અભિનેત્રી 

નેશનલ એવોર્ડ સેરેમની ના ઘણા વિડીયો અને તસવીરો સામે આવી રહી છે. પરંતુ આ સેરેમની માંથી એક એવી તસ્વીર સામે આવી છે જે લોકો નું દિલ જીતી રહી છે. લોકો આ તસવીરને ‘પિક ઓફ ધ ડે’ પણ કહી રહ્યા છે. આ એ તસવીર છે, જેમાં આલિયા ભટ્ટ, કૃતિ સેનન અને પલ્લવી જોશી પીઢ અભિનેત્રી વહીદા રહેમાન સાથે એક જ ફ્રેમમાં જોવા મળે છે. આ તસવીરમાં ચારેય મહિલાઓ પારંપરિક ભારતીય પોશાક સાડીમાં ખુબજ સુંદર લાગી રહી છે.. દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા અભિનેત્રી વહીદા રહેમાન સાથે આલિયા ભટ્ટ, કૃતિ સેનન અને પલ્લવી જોશીની આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નેશનલ એવોર્ડ વિજેતા 

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન ને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે કે આલિયા અને કૃતિ સેનન ને શ્રેષ્ઠ અભિનેત્રી નો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પલ્લવી જોશીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંતે ફરી કરી મલાઈકા અરોરા ની નકલ, અર્જુન કપૂર નું પણ લીધું નામ, જુઓ વાયરલ વિડીયો

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Exit mobile version