Site icon

વહીદા રહેમાન બર્થડે સ્પેશિયલ: જયારે વહીદા રહેમાને અમિતાભ બચ્ચન ને ફિલ્મના સેટ પર થપ્પડ મારી ત્યારે આવી હતી બિગ બીની પ્રતિક્રિયા

વહીદા રહેમાનને ‘રેશ્મા ઔર શેરા’ ફિલ્મમાં સુનીલ દત્તની સામે કાસ્ટ કરવામાં આવી હતી. આમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં હતા. ફિલ્મના એક સીન દરમિયાન વહીદા રહેમાનને અમિતાભ બચ્ચનને થપ્પડ મારવી પડી હતી. આને લગતો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે.

waheeda rehman slapped amitabh bachchan on set reshma aur shera

વહીદા રહેમાન બર્થડે સ્પેશિયલ: જયારે વહીદા રહેમાને અમિતાભ બચ્ચન ને ફિલ્મના સેટ પર થપ્પડ મારી ત્યારે આવી હતી બિગ બીની પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

વહીદા રહેમાન તેના યુગમાં હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રહી છે. વહીદા રહેમાન નો જન્મ 3 ફેબ્રુઆરી 1938 ના રોજ તમિલનાડુના ચેંગલપટ્ટુ માં થયો હતો. આજે અભિનેત્રી તેનો 85 મો જન્મદિવસ ઉજવી રહી છે. 50 અને 60ના દાયકામાં વહીદા રહેમાન પોતાના શાનદાર અભિનય ના દમ પર દર્શકોના દિલ જીતી લેતી હતી. વહીદા ની સુંદરતાના કરોડો ચાહકો દિવાના હતા. વહીદા રહેમાને તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન પીઢ કલાકારો સાથે કામ કર્યું છે. વહીદા એ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. વહીદા રહેમાન ના જન્મદિવસ પર, ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો, જ્યારે તેણે ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચનને થપ્પડ મારી હતી.

Join Our WhatsApp Community

 

સેટ પર શું થયું

જ્યારે કોઈ ફિલ્મ બને છે ત્યારે તેની આખી વાર્તા સ્ક્રીન પર બતાવવામાં આવે છે, પરંતુ શૂટિંગ દરમિયાન પણ ઘણી એવી ઘટનાઓ બને છે, જે કિસ્સા અને વાર્તાઓમાં ફેરવાઈ જાય છે. આ પછીથી યાદ આવે છે. આવી જ એક વાર્તા ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’ સાથે જોડાયેલી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વહીદા રહેમાને અમિતાભ બચ્ચનને એક સીન શૂટ કરતી વખતે થપ્પડ મારી હતી. વાસ્તવમાં આ ફિલ્મના સીન દરમિયાન વહીદા રહેમાનને અમિતાભ બચ્ચનને જોરદાર થપ્પડ મારવી પડી હતી. પછી શું હતું, વહીદા એ શૂટિંગ પહેલા અમિતાભ બચ્ચન ને ચેતવણી આપી હતી. તેણે મજાકમાં કહ્યું કે તૈયાર રહો, હું તને જોરથી થપ્પડ મારીશ.

 

આવું હતું બિગ બી નું રિએક્શન 

આવી સ્થિતિમાં જ્યારે સીનનું શૂટિંગ શરૂ થયું ત્યારે વહીદા રહેમાને અમિતાભ બચ્ચનને જોરદાર થપ્પડ મારી હતી. જો કે થપ્પડ ભૂલથી પડી હતી, પરંતુ અભિનેત્રીની મજાક સાચી નીકળી. જ્યારે સીન પૂરો થયો ત્યારે બધાને ખબર પડી ગઈ હતી કે અમિતાભ બચ્ચન ને અસલ માં થપ્પડ પડી છે. સીન પૂરો કર્યા પછી, અમિતાભ બચ્ચન વહીદા રહેમાન પાસે ગયા અને ગાલ પર હાથ રાખતા તેમને કહ્યું, ‘વહીદા જી ખૂબ સારું હતું .’ વાસ્તવમાં, કપિલ શર્માના શોમાં એકવાર આ વાતનો ખુલાસો ખુદ વહીદા રહેમાને કર્યો હતો. ત્યારથી આ રસપ્રદ ટુચકો ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

 

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version