Site icon

શું તમે જાણો છો અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સુંદર ત્વચાનો રાઝ, ચહેરાના નિખાર માટે તમે પણ ફોલો કરો આ બ્યુટી ટિપ્સ..

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

19 સપ્ટેમ્બર 2020 

શ્રદ્ધા કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે અને તે સોશ્યલ મીડિયા પર તેના સુંદર ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. અભિનયના સાથે તેની સુંદરતાના પણ લાખો ચાહકો છે, પરંતુ શું તમે જાણો છો કે તેની સુંદરતા જાળવવા અભિનેત્રી કોઈ મેકઅપ કે બ્યુટી પ્રોડક્ટ્સ નહીં પણ પ્રાકૃતિક ટિપ્સ અપનાવે છે. ચાલો આજે તમને તેની કેટલીક બ્યુટી ટિપ્સ વિશે જણાવીએ, જેને તમે પણ તેને ફોલો કરીને સુંદર દેખાઈ શકો છો. 

શ્રદ્ધા કપુર હંમેશાં તેના મોઢાની હવામાન પ્રમાણે સંભાળ રાખે છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે દિવસમાં બે વાર ચહેરો ધોઈને મોઢા પર મોઇશ્ચરાઇઝર લગાવે છે. જેથી તેની ત્વચા સુંદર રહે છે. તેને મેકઅપ જરા પણ પસંદ નથી. શ્રદ્ધા કપૂર જ્યારે પાર્ટીમાં જાય છે તે માત્ર કન્સિલર, વોટર-પ્રૂફ મસ્કારા, કાજલ અને લિપ બામ જ લગાવે છે. તે કહે છે કે ફક્ત આંખના મેક-અપથી જ ચહેરો સુંદર દેખાય છે. 

દરમિયાન તેણે ત્વચાને ફ્રેશ અને હાઇડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવે છે. તેનું કહેવું છે કે પુષ્કળ પાણી પીવાથી ત્વચા ચમકતી રહે છે અને માત્ર પીવાનું પાણી જ ત્વચાની અડધી સમસ્યાઓ દૂર કરી દે છે. સાથે તેનું એવું માનવું છે કે આહાર સુંદરતામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી તે અનહેલ્દી ચીજોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. તેના આહારમાં ફળો અને ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ વસ્તુઓ હોય છે

ચમકતી ત્વચા માટે ચહેરા પર લગાવો આ ફેસ પેક / માસ્ક

#દહીં, મધ, હળદર, ગુલાબજળ: આ ચારેય ઘટકોને એક વાટકીમાં મિક્સ કરીને 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દો. દરમિયાન, ચહેરાને ફેસ વોશથી ધોઈને પછી ચહેરા પર આ માસ્ક લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને ત્યાર બાદ વહેતા પાણીથી ધોઈ લો.

#મધ અને લીંબુનો રસ: એક વાટકીમાં ઓર્ગેનિક મધ લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી 10-15 મિનિટ સુધી રહેવા દો અને પછી સાફ પાણીથી ધોઈ લો 

#કોફી, હળદર અને દહીં: પાર્ટી પહેલાં ત્વરિત ગ્લો જોઈએ છે? તો એક વાટકીમાં કોફી, હળદર અને દહીં મિક્સ કરો અને તમારા ચહેરાને ફેસ વોશથી ધોઈને પછી આ માસ્ક ચહેરા પર લગાવો. તેને 15-20 રહેવા દો અને શુધ્ધ પાણીથી ધોઈ લો.

Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો બોલ્ડ લુક થયો વાયરલ, અભિનેત્રી એ જાહેર કરી ‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ
Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે
Janki Bodiwala: શાહરુખ-રાની વચ્ચે પણ ચમક્યું ગુજરાતી ટેલેન્ટ, જાનકી બોડીવાલા ને મળ્યો તેની ફિલ્મ વશ માટે નેશનલ એવોર્ડ, અભિનેત્રી એ આ રીતે વ્યક્ત કરી ખુશી
Rani Mukerji: પરંપરાગત લુક માં નેશનલ એવોર્ડ લેવા પહોંચી રાની મુખર્જી, અભિનેત્રી ના નેકલેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન
Exit mobile version