Site icon News Continuous Bureau | Mumbai

War 2: ‘વોર 2’ ફ્લોપ શું ગઈ, જુનિયર NTRએ યશરાજ ફિલ્મ ને આપ્યો 440 વોલ્ટ નો ઝટકો, જાણો સમગ્ર મામલો

War 2: વોર 2 એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ છે રિપોર્ટ મુજબ આ ફિલ્મ નું બજેટ 400 કરોડ હતું જેમાંથી ફિલ્મે માત્ર 215 કરોડની કમાણી કરી છે હવે જુનિયર NTRએ પણ યશરાજ નો સાથ છોડ્યું હોવાનું કહેવાય છે.

War 2 Fails at Box Office, Jr. NTR Puts YRF Deal on Hold

War 2 Fails at Box Office, Jr. NTR Puts YRF Deal on Hold

News Continuous Bureau | Mumbai

War 2: YRF સ્પાય યુનિવર્સ ની સૌથી મોંઘી ફિલ્મ ‘વોર 2’  બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે.  400 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 10 દિવસમાં માત્ર  215 કરોડની કમાણી કરી છે. ફિલ્મની કહાની અને પ્રસ્તુતિમાં ખામી હોવાના કારણે દર્શકોને આકર્ષી શકી નથી. ખાસ કરીને જુનિયર NTRના હિન્દી ડેબ્યૂને પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. હવે સમાચાર છે કે તેમણે YRF સાથેની આગામી ડીલ પર બ્રેક લગાવી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Govinda Divorce: ગોવિંદા ની પત્ની સુનિતા આહુજા એ અભિનેતા પર આ ગંભીર આરોપ લગાવ્યા બાદ કરી છૂટાછેડા ની અરજી!જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે.

જુનિયર NTRએ YRF સાથેની મલ્ટી-પ્રોજેક્ટ ડીલ રોકી

મીડિયા રિપોર્ટ અનુસાર, ‘વોર 2’ના નિષ્ફળ પરિણામ બાદ જુનિયર NTRએ YRF સાથેની મલ્ટી-પ્રોજેક્ટ ડીલ  હાલ માટે રોકી દીધી છે. આ ડીલ હેઠળ તેઓ એક સોલો હીરો ફિલ્મમાં કામ કરવાનો હતો, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું. જોકે, ડીલ રદ કરવામાં આવી નથી, જે YRF માટે થોડી રાહતની વાત છે. વોર 2’માં જુનિયર NTRને ઋતિક રોશન કરતાં વધુ ફી આપવામાં આવી હતી. તેમ છતાં, ફિલ્મમાં તેમની ભૂમિકા અને પ્રસ્તુતિ દર્શકોને ખાસ પસંદ આવી નથી. કેટલાકે તેમની એક્ટિંગ પર પ્રશ્ન ઉઠાવ્યા છે, તો કેટલાકે કહ્યું કે તેમને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા નથી.


હાલ જુનિયર NTR પ્રશાંત નીલની ફિલ્મ ‘ડ્રેગન’ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ‘દેવરા 2’ પણ તેમની આગામી ફિલ્મ છે. આ બંને પ્રોજેક્ટ્સ પૂરા થયા બાદ તેઓ YRF સાથેની ડીલ અંગે અંતિમ નિર્ણય લેશે. ‘વોર 2’ના પરિણામો તેમના કરિયર પર શું અસર કરશે તે જોવાનું રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version