Site icon News Continuous Bureau | Mumbai

Shweta Tiwari and Cezanne Khan: શું ખરેખર શ્વેતા તિવારી અને સીઝેન ખાન વચ્ચે હતો પ્રેમ? કસૌટી ની આ અભિનેત્રી એ કર્યો ખુલાસો

Shweta Tiwari and Cezanne Khan: રાજા ચૌધરીએ પોતાની પૂર્વ પત્ની શ્વેતા તિવારી પર 'કસૌટી જિંદગી કી' દરમિયાન કો-એક્ટર સીઝેન ખાન સાથે સંબંધમાં હોવાના આરોપ લગાવ્યા હતા. હવે શોની એક અન્ય અભિનેત્રીએ આ વિશે વાત કરી છે.

Was Shweta Tiwari in a Relationship with Cezanne Khan Actress Shivani Gosain Reveals the Truth

Was Shweta Tiwari in a Relationship with Cezanne Khan Actress Shivani Gosain Reveals the Truth

News Continuous Bureau | Mumbai

Shweta Tiwari and Cezanne Khan: શ્વેતા તિવારી ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. અભિનેત્રીએ બે લગ્ન કર્યા હતા અને બંને ટક્યા નહીં. તાજેતરમાં જ તેના પહેલા પતિ રાજા ચૌધરી એ શ્વેતા પર ‘કસૌટી જિંદગી કી’ દરમિયાન કો-સ્ટાર સીઝેન ખાન સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાના આરોપ લગાવ્યા હતા. હવે એક અભિનેત્રીએ શ્વેતા અને સીઝેન ખાનના રિલેશનશિપમાં હોવાના રાજા ચૌધરીના આરોપોનો જવાબ આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Baahubali Reunion: ‘બાહુબલી’ના 10 વર્ષ પૂર્ણ થવા પર રીયુનિયન, પ્રભાસ-રાણા-રાજામૌલી સાથે ટીમે મનાવ્યો ખાસ દિવસ, તસવીરો થઇ વાયરલ

શ્વેતા તિવારી અને સીઝેન ખાન વચ્ચે હતું અફેર? અભિનેત્રીનો ખુલાસો

‘કસૌટી જિંદગી કી’ ફેમ અભિનેત્રી શિવાની ગોસાઈએ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં શ્વેતા અને સીઝેન ના સંબંધ વિશે જણાવ્યું કે, “પહેલા તો મને કોઈની પર્સનલ લાઇફ પર કંઈ બોલવાનો મતલબ જ નથી. પરંતુ એટલું ખબર છે કે મેં શ્વેતાને ખૂબ જ પરેશાન જોઈ છે. રડતી પણ જોઈ છે. ઘણી પરેશાન રહી છે. તે સમયે તે ડે-નાઇટમાં કામ કરતી હતી. તે 36-36 કલાક કામ કરતી હતી. તેને દૂરથી શૂટિંગ માટે આવવું પડતું હતું. તેનું બાળક નાનું હતું. પતિ-પત્નીની સમસ્યા પણ અમને સમજાઈ રહી હતી. તે ઘર શોધી રહી હતી તો તેના બાળકને તેની મમ્મી સાંભળતી હતી.”


શિવાની કહે છે કે જ્યારે તમે કોઈ સાથે સતત 36 કલાક કામ કરો, હસી-મજાક કરો અને લીડ પાત્રમાં હો, તો કમ્ફર્ટ ઝોન  સ્વાભાવિક રીતે વિકસે છે. “આવી સ્થિતિમાં લોકો ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ  કરે છે અને સંબંધો અંગે દાવા કરવાનું સરળ બની જાય છે.” શિવાની ગોસાઈએ અંતે કહ્યું કે “મને આજ સુધી ખબર નથી કે શ્વેતા અને સીઝેન વચ્ચે ખરેખર કંઈ હતું કે નહીં.” તેણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈની પર્સનલ લાઈફ પર ટિપ્પણી કરવા યોગ્ય નથી, પણ જે જોયું તે મુજબ શ્વેતા ખૂબ જ તણાવમાં હતી અને કામમાં વ્યસ્ત હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version