Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રી રામ! ટી સીરિઝના ‘હનુમાન ચાલીસા’ના વીડિયોએ યૂટ્યુબ પર તમામ રેકોર્ડ તોડયા, મળ્યા આટલા કરોડ વ્યૂઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

ગુલશન કુમારની ટી સિરીઝ દ્વારા બનાવવામાં આવેલ હનુમાન ચાલીસાના વિડીયોને યુટ્યુબ પર અધધધ વ્યુઝ મળ્યાં છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 200 કરોડથી વધુ વ્યૂઝ મેળવનાર દેશનો પહેલો વિડીયો બની ગયો છે. ટી સિરીઝ દ્વારા તેમની યુટ્યુબ ચેનલ ભક્તિ સાગર પર થોડા વર્ષો પહેલા વિડીયો બહાર પાડવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓની માનસિક શક્તિમાં વધારો થાય અને તેમની ઈચ્છાઓ પૂરી થાય તે હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ હનુમાન ચાલીસાની રચનાને લલિત સેન અને ચંદરે સંગીતબદ્ધ કરી હતી. આ હનુમાન ચાલીસા પ્રખ્યાત ગાયક હરિહરણે ગાઇ હતી.

 

ગયા વર્ષે, વિડીયો 100 કરોડ વ્યૂઝ  પાર કરી ગયો હતો. માત્ર એક વર્ષમાં વિડિયોએ 200 કરોડ વ્યૂઝનો આંકડો પાર કરી લીધો છે, જે દરેક માટે આશ્ચર્યજનક વાત છે. ટી સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારે કહ્યું કે આ આપણા બધા માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. ગુલશન કુમારે 90 ના દાયકામાં ભક્તિ ગીતો લખવાનું શરૂ કર્યું. તેને આમાં મોટી સફળતા મળી. ગુલશન કુમાર હનુમાન ચાલીસાના વિડીયોમાં પણ જોવા મળ્યા હતા અને આ વિડીયો 1997માં રિલીઝ થયો હતો.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version