News Continuous Bureau | Mumbai
આમિર ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને (Aamir Khan Lal singh chaddha)લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર(film trailer) રિલીઝ થયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. જણાવી દઈએ કે આ ફિલ્મમાં આમિર સાથે કરીના કપૂર લીડ રોલમાં છે. આ દરમિયાન તેમનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ(interview viral) થઈ રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે તે એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ તેણે તેને રિજેક્ટ કરી દીધી હતી અને તેના કારણે તેણે પોતાનું માથું મુંડાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેણે માથું મુંડન (shaved his head)કરાવ્યું ત્યારે લોકોને લાગ્યું કે તે ફિલ્મમાં રોલ માટે કરવામાં આવ્યું છે, જ્યારે અસલી વાત કંઈક બીજી હતી. બાદમાં તેણે તેની ક્રિયાને બાલિશ ગણાવી હતી.
મોટાભાગના લોકોનું માનવું છે કે આમિર ખાને તેની કારકિર્દીની શરૂઆત ‘કયામત સે કયામત તક’ (qayamat se qayamat tak)ફિલ્મથી કરી હતી. પરંતુ આ સત્ય નથી, તેણે 1984માં આવેલી ફિલ્મ ‘હોળી’(holy) થી એક્ટિંગની દુનિયામાં(bollywood debut) પગ મૂક્યો હતો. તેમજ , તેણે ‘યાદો કી બારાત’ અને ‘મદહોશ’ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર(child artist) તરીકે કામ કર્યું હતું. આમિરે વર્ષો પહેલા સિમી ગ્રેવાલ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે એક છોકરીના પ્રેમમાં પાગલ હતો પરંતુ તેણે તેના પ્રેમને ફગાવી દીધો હતો. આનાથી દુઃખી થઈને તેણે માથું મુંડાવ્યું હતું. તેણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – ઘણા લોકો એવું માનતા હતા કે મેં ફિલ્મ માટે માથું મુંડાવ્યું છે, જ્યારે હકીકતમાં મેં કોઈ અન્ય કારણસર માથું મુંડાવ્યું હતું. મેં તે છોકરી ને ગુમાવી દીધી હતી જેને હું પ્રેમ કરતો હતો. મારો મતલબ એ છે કે એક દિવસ તેણે મને કહ્યું કે તે મને પ્રેમ નથી કરતી, અને મેં જઈને મારુ માથું મુંડાવી લીધું . તે ખૂબ જ બાલિશ અને અપરિપક્વ હતું, પરંતુ મેં તે કર્યું. તેથી જ્યારે કેતને(ketan) મને મળવા બોલાવ્યો ત્યારે તેણે મારી સામે જોયું અને કહ્યું – તારા વાળ ક્યાં છે.
આ સમાચાર પણ વાંચો: શું ખરેખર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની આ સુપરહિટ જોડી કરી રહી છે એકબીજાને ડેટ- જાણો વિગત
આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત બદલવામાં આવી છે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ (forrest gump remake)ની હિન્દી રીમેક છે. આમિર-કરીનાની એકસાથે આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ બંને 3 ઈડિયટ્સ અને તલાશમાં જોવા મળ્યા હતા.
