News Continuous Bureau | Mumbai
Sara Arjun: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ માં પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવનાર સારા અર્જુન અત્યારે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે ‘યલીના’ નું પાત્ર ભજવ્યું છે. રણવીર સિંહ અને સારા વચ્ચે ૨૦ વર્ષનો તફાવત હોવા છતાં તેમની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ‘ધુરંધર ૨’ માં સારા અર્જુન પહેલા કરતા વધુ દમદાર અને મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.સારા અર્જુન માત્ર ૨૦ વર્ષની છે પરંતુ તે બાળપણથી જ કેમેરા સામે કામ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
દોઢ વર્ષની ઉંમરથી કેમેરા સામે
સારા અર્જુન જાણીતા સાઉથ ઇન્ડિયન એક્ટર રાજ અર્જુનની પુત્રી છે. તેણે પોતાની પહેલી કોમર્શિયલ એડ ત્યારે શૂટ કરી હતી જ્યારે તે માત્ર દોઢ વર્ષની હતી. ૨૦૧૧માં આવેલી તમિલ ફિલ્મ ‘દેવા થિરુમગલ’ માં સુપરસ્ટાર વિક્રમની પુત્રી તરીકે તેણે કરેલા કામના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મે તેને બાળ કલાકાર તરીકે મોટી ઓળખ અપાવી હતી.
કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ ‘ધુરંધર’ માં યલીનાના પાત્ર માટે આશરે ૧૩૦૦ છોકરીઓનું ઓડિશન લીધું હતું. આટલી મોટી સંખ્યામાં હરીફો હોવા છતાં સારાએ પોતાની પ્રતિભાના જોરે આ રોલ જીત્યો હતો. સારાએ ‘એક થી ડાયન’, ‘જય હો’, ‘જઝ્બા’ અને ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સૌથી મહત્વનું એ છે કે તેણે મણિરત્નમની બ્લોકબસ્ટર ‘પોન્નિયન સેલ્વન’ માં એશ્વર્યા રાયના યુવાન વર્ઝન એટલે કે ‘નાની નંદિની’ નું પાત્ર ભજવ્યું હતું.સારા અર્જુન આજે સફળ યુવા અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૨૦ વર્ષની ઉંમરે તેની નેટવર્થ આશરે ૧૦ કરોડ છે. સોશિયલ મીડિયા પર તેના ૨.૨ મિલિયન ફોલોઅર્સ છે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
