Site icon

ફૂટબોલ ની જર્સી થી લઇ ને આલિયા ભટ્ટ ની જ્વેલરી પર જોવા મળે છે રણબીર કપૂર નો લકી નંબર “8′ હવે અભિનેતા એ જણાવ્યું તેની સાથે નું કનેક્શન, માતા નીતુ સાથે છે સંબંધિત

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં જ લગ્નના (Ranbir-Alia wedding) બંધનમાં બંધાયા છે. આ દિવસોમાં બંને હેડલાઇન્સમાં છે. આલિયાના લહેંગાથી લઈને તેની જ્વેલરી સુધી બધું જ ખાસ હતું. પરંતુ જે વસ્તુએ લોકોનું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું તે આલિયાનું મંગળસૂત્ર હતું. હા, વાસ્તવમાં તેના મંગળસૂત્રનો નંબર આઠ (Number 8)સાથે જોડાયેલો હતો અને તે રણબીરનો લકી નંબર  (Ranbir lucky number) પણ છે. રણબીરની ફૂટબોલ જર્સી(Football jersey) પર 8 નંબર પણ લખવામાં આવ્યો છે.અભિનેતાએ પોતે નંબર 8 સાથેના તેના જોડાણ વિશે જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

આ દિવસોમાં રણબીર ફૂટબોલ કપ 2022 (football cup)માટે દુબઈમાં (Dubai) છે. જ્યાં તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં રણબીરે કહ્યું, “મને 8 નંબર સાથે વિચિત્ર લગાવ છે કારણ કે મારી માતાનો જન્મદિવસ પણ 8મી જુલાઈએ (Neetu kapoor birthday) આવે છે અને આ નંબર જોવામાં પણ સરસ લાગે છે. જો તમે તેને હોરીજોન્ટલ રીતે જુઓ, તો તે પણ ઇન્ફીનીટી ની નિશાની છે. મોટાભાગના લોકો જાણે છે કે રણબીરનો લકી નંબર 8 છે.

આ સમાચાર પણ વાંચો : 'હાલ કૈસા હૈ જનાબ કા' ગીત માં જોવા મળી સલમાન ખાન અને રાનુ મંડલ ની ફની જુગલબંધી,વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ; જુઓ વિડીયો

રણબીર કપૂરે (Ranbir Kapoor) 14 એપ્રિલ 2022ના રોજ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. કારણ કે રણબીર અને આલિયા બંને લગ્નમાં (Ranbir-Alia wedding)વધુ ધામધૂમ ઈચ્છતા ન હતા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રણબીરની માતા નીતુ કપૂરે જણાવ્યું હતું કે ઋષિ કપૂર(Rishi kapoor) ઇચ્છતા હતા કે તેમનો પુત્ર ધામધૂમથી લગ્ન કરે. પરંતુ રણબીર હંમેશા નાના પાયે લગ્ન ઈચ્છતો હતો અને તેના માટે તેણે તેના પિતાને મનાવી લીધા હતા. નીતુએ કહ્યું, "તે (Rishi kapoor)) શોમેન છે અને તે (Ranbir Kapoor) શોમેનનો પુત્ર છે. તેણે તેના પિતાને સમજાવ્યા હશે. તે ખૂબ જ શાંત છે."રણબીર કપૂર તેની માતાને ખૂબ પ્રેમ કરે છે, નીતુ સિંહ પણ તેને ખૂબ પ્રેમ કરે છે. નીતુએ આલિયા-રણબીરના લગ્નમાં 6BHKનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version