Site icon

Bollywood stars: જાણો કેમ ઘણા બોલિવૂડ સ્ટાર્સ મુંબઈ માં પોતાનું ઘર ખરીદવાને બદલે ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે.

Bollywood stars: ભારત માં સૌથી મોંઘુ રિયલ એસ્ટેટ માર્કેટ મુંબઈ નું એક છે મુંબઈ માં કેટલાક સૌથી મોંઘા ઘરો બોલિવૂડ સ્ટાર્સની માલિકીના છે, પરંતુ બોલિવૂડ માં એવા ઘણા કલાકારો છે જેઓ એપાર્ટમેન્ટ ખરીદવાને બદલે ભાડે લેવાનું પસંદ કરે છે.

why some bollywood stars prefer renting apartments in mumbai rather than buying them

why some bollywood stars prefer renting apartments in mumbai rather than buying them

News Continuous Bureau | Mumbai 

Bollywood stars: આમિર ખાન નો ભાણો અને બોલીવુડ અભિનેતા ઈમરાન ખાન અને તેની ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટને તાજેતરમાં જ મુંબઈ ના બાંદ્રા વિસ્તારમાં ફિલ્મ મેકર કરણ જોહર પાસેથી ત્રણ વર્ષ માટે 9 લાખના માસિક ભાડા પર એક ફ્લેટ લીઝ પર લીધો હતો.માત્ર ઇમરાન ખાન જ નહીં પરંતુ કાર્તિક આર્યન, વિકી કૌશલ,કેટરિના કૈફ, કૃતિ સેનન, માધુરી દીક્ષિત જેવા ઘણા કલાકારો છે જેમણે ભાડે એપાર્ટમેન્ટ્સ લીધા છે. બીજી તરફ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા કલાકારો પણ છે જેઓ મુંબઈ માં પોતાના માટે આલીશાન ઘર ખરીદ્યા છે અને તેમાં તેઓ રહે પણ છે. 

Join Our WhatsApp Community

 

કેમ બોલિવૂડ ના કલાકારો ભાડે ઘર લે છે 

એક રિયલ એસ્ટેટ કંપની ના સહ-સ્થાપક એ મીડિયા ને જણાવ્યું હતું કે, ‘બોલિવૂડની ઘણી હસ્તીઓ પ્રીમિયમ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ્સ પસંદ કરે છે જે તેમની પસંદગીના સ્થળે વેચાણ માટે સરળતાથી ઉપલબ્ધ હોતા નથી.તેઓ પહેલા ફ્લેટ લીઝ પર લેવાનું પસંદ કરે છે પરંતુ યોગ્ય ફિટ માટે શોધ કરતા રહે છે. એકવાર તેઓને તેમની પસંદગીનું એપાર્ટમેન્ટ મળી જાય, તેઓ આખરે તેને ખરીદે છે. એવા કિસ્સાઓ પણ બન્યા છે કે જેમાં નવા આવનારાઓ પ્રથમ ભાડા પર ઘર લેવાનું નક્કી કરે છે કારણ કે તેઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં એપાર્ટમેન્ટ અફોર્ડ કરી શકતા નથી. આ ઉપરાંત, તેમની કમાણી નિયમિત નથી હોતી અને તેઓ નિયમિત EMI ભરવાનું પસંદ કરી શકતા નથી.’

આ સમાચાર પણ વાંચો : Hrithik roshan: સૌતન બની સહેલી! રિતિક રોશન ની એક્સ વાઈફ સુઝેન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ પાર્ટી માં એકબીજા સાથે આપ્યો આ રીતે પોઝ, તસવીર થઇ વાયરલ

પ્રોપર્ટી બ્રોકર્સ જણાવે છે કે જ્યારે કેટલાક સ્થાપિત બોલિવૂડ સ્ટાર્સ મુંબઈના પોશ એરિયા માં અદભૂત પ્રોપર્ટી ધરાવે છે, ત્યારે કેટલાક આવનારા કલાકારો કે જેઓ મુંબઈમાં કામ કરવા આવે છે, તેઓ પ્રોપર્ટી ખરીદવા માટે ઉતાવળ કરતા નથી. તેઓ શરૂઆતમાં ભાડા પર મિલકત લે છે.

 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version