Site icon News Continuous Bureau | Mumbai

Gaurav Khanna: અનુજ કપડિયાના ફેન્સ માટે મોટા સમાચાર: ગૌરવ ખન્નાએ ‘અનુપમા’ માં પરત ફરવા અંગે તોડ્યું મૌન, જાણો શું છે મેકર્સનો માસ્ટર પ્લાન

Gaurav Khanna: "મારું પાત્ર હજુ મર્યું નથી": ગૌરવ ખન્નાએ રૂપાલી ગાંગુલી સાથે ફરી સ્ક્રીન શેર કરવાના આપ્યા સંકેત; નવા પ્રોજેક્ટને લઈને પણ કરી મોટી જાહેરાત

Will Gaurav Khanna return to Anupamaa? Bigg Boss 19 winner hints at Rajan Shahi’s secret project

Will Gaurav Khanna return to Anupamaa? Bigg Boss 19 winner hints at Rajan Shahi’s secret project

News Continuous Bureau | Mumbai

Gaurav Khanna:  ટીવી સીરિયલ ‘અનુપમા’  માં અનુજ કપડિયાનું પાત્ર ભજવીને કરોડો લોકોના દિલ જીતનાર અભિનેતા ગૌરવ ખન્ના  અત્યારે આસમાને છે. ‘માસ્ટર શેફ’ અને ત્યારબાદ ‘બિગ બોસ ૧૯’ ની ટ્રોફી જીત્યા પછી ગૌરવ નાના પડદાનો અસલી ‘બોસ’ સાબિત થયો છે. જોકે, ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું તે ફરી એકવાર રૂપાલી ગાંગુલી સાથે ‘અનુપમા’ માં જોવા મળશે? બિગ બોસ ફિનાલે બાદ ગૌરવે આ અંગે જે કહ્યું તેનાથી ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rahul Khanna Dhurandhar: અક્ષય ખન્નાના ભાઈ રાહુલ ખન્નાએ હજુ સુધી નથી જોઈ ફિલ્મ ‘ધુરંધર’, કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન

“અનુજ કપડિયા હજુ જીવંત છે” – ગૌરવ ખન્ના

શોમાં વાપસીના સવાલ પર ગૌરવે સ્મિત સાથે કહ્યું, “જુઓ, મારું પાત્ર હજુ મર્યું નથી. પ્રોડ્યુસર રાજન શાહી સરે ખૂબ જ સ્માર્ટ રીતે એક પત્તું પોતાની પાસે સુરક્ષિત રાખ્યું છે.” ગૌરવનો આ ઈશારો સાફ છે કે મેકર્સે શોમાં તેની વાપસીના દરવાજા પૂરેપૂરા બંધ કર્યા નથી. સોશિયલ મીડિયા પર ‘માન’  ના ફેન્સ સતત રિયુનિયનની માંગ કરી રહ્યા છે અને ગૌરવનું આ નિવેદન તે દિશામાં આશા જગાવે છે.


વાત માત્ર ‘અનુપમા’ પૂરતી મર્યાદિત નથી. ગૌરવે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે રાજન શાહી  પાસે તેના માટે કંઈક વધુ મોટો પ્લાન છે. ગૌરવે કહ્યું, “સરે મને એક બીજું વચન પણ આપ્યું છે. મને ખબર નથી કે મારે અત્યારે આ કહેવું જોઈએ કે નહીં, પણ તેઓ મારી સાથે એક નવો જ પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હતા. હવે જોઈએ કે તે ક્યારે અને કેવી રીતે હકીકત બને છે.” આ સમાચારથી એવી અટકળો તેજ થઈ છે કે ગૌરવ કદાચ નવા શોમાં લીડ રોલમાં જોવા મળી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version