Site icon

Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ

Shahrukh khan: શાહરુખ ખાન 2 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવશે આ દિવસે તે તેના ફેન્સ ને મળવા મન્નત ની બહાર આવે છે હવે મન્નતમાં ચાલી રહેલા રિનોવેશન વચ્ચે શાહરુખ તેના ફેન્સ ને મળશે? જેનો જવાબ શાહરૂખે આપ્યો છે.

Will Shah Rukh Khan Meet Fans at Mannat on His Birthday? Here’s What He Said

Will Shah Rukh Khan Meet Fans at Mannat on His Birthday? Here’s What He Said

News Continuous Bureau | Mumbai

Shahrukh khan:  બોલીવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પોતાના જન્મદિવસ પહેલા સોશિયલ મીડિયા પર AskSRK સેશન ચલાવી રહ્યા છે. દર વર્ષે 2 નવેમ્બરે તેમના ઘરના બહાર ‘મન્નત’ પર હજારો ફેન્સ ભેગા થાય છે. જોકે, આ વર્ષે મન્નતમાં રિનોવેશન ચાલી રહ્યું છે અને શાહરુખ હાલ પાલી હિલ સ્થિત ‘પૂજા કાસા’ બિલ્ડિંગમાં રહે છે.હવે મન્નતમાં ચાલી રહેલા રિનોવેશન વચ્ચે શાહરુખ તેના ફેન્સ ને મળશે? જેનો જવાબ શાહરૂખે આપ્યો છે.        

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : kyunki saas bhi kabhi bahu thi: ફેન્સને આંચકો! લાંબા સમયથી ચાલતો ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ પર પડશે પડદો! શું છે શો બંધ થવાનું કારણ?

ફેનના પ્રશ્ન પર શાહરુખનો જવાબ: “હાર્ડ હેટ પહેરવી પડશે!”

એક ફેનએ પૂછ્યું કે, “શું તમે આ વર્ષે પણ મન્નત પર ફેન્સને મળવા આવશો?” શાહરુખે જવાબ આપ્યો:“બેશક, પણ તમારે હાર્ડ હેટ પહેરવી પડી શકે છે!!!” આ જવાબથી સ્પષ્ટ છે કે શાહરુખ પોતાના ફેન્સને મળવા માટે ઉત્સુક છે, ભલે મન્નતમાં કામ ચાલી રહ્યું હોય.


શાહરુખના જન્મદિવસના સપ્તાહમાં તેમના નામે એક ખાસ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થવાનો છે. 31 ઓક્ટોબરથી શરૂ થનારા આ ફેસ્ટિવલમાં તેમની 7 લોકપ્રિય ફિલ્મો ફરીથી થિયેટરમાં રિલીઝ થશે –કભી હાં કભી ના, દિલ સે, દેવદાસ, મેં હૂ ના, ઓમ શાંતિ ઓમ, ચેન્નઈ એક્સપ્રેસ અને જવાન. શાહરુખે પોતાના ફેન્સને કહ્યું કે તેઓ પણ આ ફિલ્મો જોવા માટે પોતાના મિત્રો સાથે થિયેટર જવા માટે પ્રોત્સાહિત કરે. તેમણે લખ્યું:“દિલ સે… સાચે દિલ સે હતી!”આ શબ્દો ફરી એકવાર શાહરુખના ફેન્સ સાથેના લાગણીસભર સંબંધને દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version