Site icon

થપ્પડ કાંડ બાદ વિલ સ્મિથે ભર્યું આ મોટું પગલું, એકેડેમીની કાર્યવાહી પહેલા જ જારી કર્યું ઈમોશનલ સ્ટેટમેન્ટ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

વિલ સ્મિથે 94મા ઓસ્કાર 2022 એવોર્ડ સમારોહ દરમિયાન હોસ્ટ ક્રિસ રોકને લાફો માર્યો હતો. જે બાદ એકેડમી તેની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાની હતી. જો કે, એકેડેમીની કાર્યવાહી પહેલા જ હોલીવુડ અભિનેતા વિલ સ્મિથે ઓસ્કાર એવોર્ડ આપતી સંસ્થામાંથી રાજીનામું આપી દીધું છે. અભિનેતા વિલ સ્મિથે એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "હું એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના સભ્યપદમાંથી રાજીનામું આપી રહ્યો છું અને બોર્ડ મને જે પણ સજા આપશે તે હું સ્વીકારીશ."

Join Our WhatsApp Community

વિલ સ્મિથે વધુમાં કહ્યું કે, મેં જેમને દુઃખ પહોંચાડ્યું છે તેમની યાદી લાંબી છે. આમાં ક્રિસ, તેનો પરિવાર, મારા ઘણા પ્રિય મિત્રોનો સમાવેશ થાય છે. આ સિવાય દુનિયાભરના એવા દર્શકો પણ સામેલ છે જેઓ ઘરે બેસીને આ કાર્યક્રમ જોઈ રહ્યા હતા. મને અહેસાસ છે કે મેં એકેડમીના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડી છે અને મારા કારણે અન્ય વિજેતાઓને ઉજવણી કરવાની તક મળી નથી.

આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન પહેલા કરશે સગાઈ! આ મહિનામાં પહેરાવશે એકબીજાની રિંગ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે જ્યારે ક્રિસ રોકે સ્ટેજ પર ઉભા રહીને વિલ સ્મિથની પત્નીની બીમારીની મજાક ઉડાવી હતી, ત્યારે અભિનેતાએ સ્ટેજ પર જઈને હોસ્ટને થપ્પડ મારી દીધી હતી. ક્રિસ રોકના આ કૃત્યએ ડોલ્બી થિયેટરમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.આ ઘટના બાદ વિલ સ્મિથે એક લાંબી પોસ્ટ શેર કરીને માફી માંગી હતી.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version