Site icon

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી બનશે નાગિન 7નો ભાગ? એક્ટ્રેસ ની પોસ્ટ જોઈને ચાહકો થઈ ગયા આશ્ચર્યચકિત

એકતા કપૂર તેના અલૌકિક શો નાગીનની છઠ્ઠી સીઝન ચલાવી રહી છે અને એકતાએ સાતમી સીઝન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ બધા વચ્ચે અભિનેત્રી નેહા મહેતાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ જોયા પછી લોકો માને છે કે તે નાગીનના રોલમાં જોવા મળશે.

will taarak mehta ka ooltah chashmah anjali aka neha mehta join ekta kapoor naagin

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી બનશે નાગિન 7નો ભાગ? એક્ટ્રેસ ની પોસ્ટ જોઈને ચાહકો થઈ ગયા આશ્ચર્યચકિત

News Continuous Bureau | Mumbai

એકતા કપૂરનો અલૌકિક શો ‘નાગિન’ ચાહકોમાં સુપરહિટ રહ્યો છે. આ શોની છઠ્ઠી સીઝન ચાલી રહી છે, જેમાં તેજસ્વી પ્રકાશ નાગીનના રોલમાં જોવા મળી રહી છે. જો કે, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે નાગિન 6 ઓફ એર થવા જઈ રહી છે. એટલું જ નહીં, એકતા કપૂરે શોની સાતમી સિઝન માટે મુખ્ય અભિનેત્રીની શોધ પણ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. આ બધાની વચ્ચે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિનો રોલ કરનાર અભિનેત્રી નેહા મહેતાની એક પોસ્ટ સામે આવી છે, જે બાદ એવી અટકળો વહેતી થઈ છે કે નેહા મહેતા નાગીન 7માં નાગીનના રોલમાં જોવા મળી શકે છે 

Join Our WhatsApp Community

 

નાગીનના અવતાર માં જોવા મળી નેહા મહેતા

વાસ્તવમાં, નેહા મહેતા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે સતત સોશિયલ મીડિયા પર તેના ફેન પેજની પોસ્ટને રીશેર કરે છે. આ વખતે પણ નેહાએ કંઈક આવું જ કર્યું છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ફેન પેજની સ્ટોરી રીશેર કરી છે. આ સ્ટોરીમાં નેહા નાગીનના અવતારમાં જોવા મળે છે. અભિનેત્રીએ સફેદ અને સોનેરી રંગનો પરંપરાગત પોશાક પહેર્યો છે અને નેહાની આંખોને પણ નાગ જેવો સ્પર્શ આપવામાં આવ્યો છે. આ સ્ટોરી પર લખ્યું છે, ‘નાગીન 7માં નેહા મહેતા’. આ પોસ્ટે ચાહકોને ઉત્સાહિત કર્યા છે. હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શું નેહા ખરેખર નાગિન 7 નો ભાગ બની રહી છે

નેહા મહેતા એ ભજવ્યું હતું અંજલિ મહેતા નું પાત્ર 

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલીના રોલમાં નેહા મહેતાને ખૂબ પસંદ કરવામાં આવી રહી હતી. અભિનેત્રીએ 12 વર્ષ સુધી આ સિરિયલમાં આ પાત્ર ભજવ્યું હતું. પરંતુ લોકડાઉન પહેલા અભિનેત્રીએ આ સીરિયલને અલવિદા કહી દીધું. એવો દાવો કરવામાં આવે છે કે સેટ પર કોઈ અણબનાવને કારણે નેહાએ આ સિરિયલને અલવિદા કહી દીધું. 

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version