Site icon News Continuous Bureau | Mumbai

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને આવ્યા અપડેટ, ડોક્ટરે આપી આ માહિતી; જાણો હવે કેવી છે તબિયત? 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર.

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. લતા મંગેશકરના ચાહકો તે જલ્દી સ્વસ્થ થઈ ઘરે આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને એક નવી માહિતી સામે આવી છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં દાખલ લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે, ઉંમર વધુ હોવાના કારણે પીઢ ગાયિકાને સ્વસ્થ થવામાં સમય લાગશે. 

92 વર્ષીય લતા મંગેશકરની સારવાર ડૉ. પ્રતિમા સમદાની અને તેમની ટીમના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારત રત્ન લતા મંગેશકરના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં ડૉ.પ્રતીતે કહ્યું કે પીઢ ગાયિકા લતા મંગેશકર હજુ પણ ICUમાં છે અને અમે તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છીએ. વૃદ્ધાવસ્થાના કારણે તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે.

તાલિબાની સંકટ બાદ હવે કુદરતી આફત, અફઘાનિસ્તાનમાં 5.6ની તિવ્રતાનો ભૂકંપ; આટલા લોકોના નિપજ્યા મોત, અનેક ઇજાગ્રસ્ત

ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ હોવા ઉપરાંત, લતા મંગેશકરને ન્યુમોનિયાની પણ ફરિયાદ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. લતા મંગેશકરને અગાઉ પણ ન્યુમોનિયા થયો હતો, જેના કારણે તેમને વર્ષ 2019માં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version