Site icon

એક મહિલા કલાકારે પોતાના લોહીથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ નું બનાવ્યું પોસ્ટર, વિવેક રંજન અગ્નિહોત્રીએ માન્યો તેનો આભાર; જાણો વિગત, જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’  એ  લોકોના મનને હચમચાવી નાખ્યું છે. લોકો આ ફિલ્મને એન્ટરટેઈનમેન્ટ તરીકે નહીં પરંતુ ઈમોશનલ એન્ગલથી જોઈ રહ્યા છે. મોડી રાત સુધી સિનેમા હોલ ખીચોખીચ ભરાયેલા રહે છે અને ફિલ્મ જોઈને બહાર આવતા લોકોની આંખો ભીની થઈ જાય છે. વાસ્તવમાં, દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની લાગણી પ્રદર્શિત કરે છે. કોઈ લખીને, કોઈ ગાઈ ને તો કોઈ સોશિયલ મીડિયા પર. એવી જ રીતે એક મહિલા કલાકારે ધ કાશ્મીર ફાઇલ્સ નું પોસ્ટર પોતાના લોહીથી બનાવ્યું છે.તેનો ફોટો વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર શેર કર્યો છે.

Join Our WhatsApp Community

વિવેક રંજન અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તેની તસવીર પોસ્ટ કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે હે ભગવાન! અતુલ્ય. મને ખબર નથી કે શું કહેવું? મંજુ સોનીનો આભાર કેવી રીતે માનવો. આભાર મંજુ જી. જો કોઈ તેને ઓળખતું હોય, તો કૃપા કરીને મને વ્યક્તિગત સંદેશમાં તેનો નંબર મોકલો.તમને જણાવી દઈએ કે,  બાંસકુલીની રહેવાસી મંજુ સોની ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાઈન આર્ટ ચલાવે છે. તે લગભગ 25 વર્ષથી બાળકોને પેઇન્ટિંગ અને ડ્રોઇંગ શીખવવાનું કામ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ની સફળતાએ દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીનો જીવ મુકાયો જોખમમાં, શેર કર્યો તેની સાથે જોડાયેલો કિસ્સો; જાણો વિગત

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની હૃદયદ્રાવક વાર્તા કહે છે જેમની 1990માં હત્યા કરવામાં આવી હતી. કાશ્મીર ઘાટીમાં લાખો હિંદુઓએ પોતાનું ઘર છોડવું પડ્યું હતું. આ ફિલ્મ માં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી સાથે અન્ય કેટલાક જાણીતા કલાકારો છે અને હવે આ ફિલ્મ ને  પ્રાદેશિક ભાષાઓમાં પણ ડબ કરવામાં  આવી રહી છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version