News Continuous Bureau | Mumbai
World cup 2023: ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપ 2023 ની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ મેચ માં ભારત ની હાર થઇ હતી.વિશ્વ કપ ની ફાઇનલ માં હાર્યા બાદ ભારતીય ખેલાડીઓ ભાંગી પડ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ના આંખ માં આંસુ આવી ગયા હતા તેમજ ભારતીય બોલર સિરાજ ની આંખો માં પણ આંસુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતનાર વિરાટ કોહલી પણ પોતાના આંસુ પર કાબુ ન રાખી શક્યો. જ્યારે વિરાટ ભાવુક થઇ તેની પત્ની અનુષ્કા શર્મા પાસે પહોંચ્યો ત્યારે અનુષ્કા એ તેનું મનોબળ વધારવા માટે તેને ગળે લગાડ્યો હતો.
ભાવુક વિરાટ ને સંભાળતી જોવા મળી અનુષ્કા
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપ 2023 માં ભારત ની હાર બાદ ભારત વાસીઓ ભાવુક થઇ ગયા હતા. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ ના પણ આંખ માં આંસુ આવી ગયા હતા. જયારે વિરાટ કોહલી નિરાશ ચહેરા સાતેહ તેની પત્ની અનુષ્કા શર્મા પાસે પહોંચ્યો ત્યારે અનુષ્કા શર્મા એ તેને ગળે લગાડી તેનું મનોબળ વધાર્યું હતું. આ પળ ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો સામે આવ્યા બાદ લોકો અનુષ્કા શર્મા ના વખાણ કરી રહ્યા છે.
વિરાટ ને સપોર્ટ કરવા બદલ લોકો અનુષ્કા ના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘અમારા હીરોની કાળજી લેવા બદલ અનુષ્કાનો આભાર.’ અન્ય એક યુઝરે લખ્યું ‘પત્ની હોય તો આવી .’
આ સમાચાર પણ વાંચો: Rohit sharma and shreyas iyer: ફાઇનલ મેચ પહેલા રોહિત શર્મા અને શ્રેયસ અય્યર નો વિડીયો થયો વાયરલ, લોકો એ કર્યા ક્રિકેટર ની આ સ્કિલ ના વખાણ
