Site icon

WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગના ઉદ્ઘાટનમાં જામશે બોલિવૂડ ના સ્ટાર્સ નો મેળાવડો,કાર્તિક આર્યન બાદ હવે આ સુપરસ્ટાર નું નામ આવ્યું સામે

WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગ 23 ફેબ્રુઆરી થી શરૂ થઇ રહી છે. આ લીગ ની ઓપનિંગ સેરેમની માં કાર્તિક આર્યન, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, ટાઇગર જેવા કલાકારો હાજરી આપશે. હવે આ લિસ્ટ માં વધુ એક બોલિવૂડ સુપરસ્ટાર નું નામ જોડાઈ ચૂક્યું છે.

wpl 2024 shahrukh khan will be attend opening ceremony

wpl 2024 shahrukh khan will be attend opening ceremony

News Continuous Bureau | Mumbai 

WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન 23 ફેબ્રુઆરી થી શરૂ થશે જે 17 માર્ચ સુધી ચાલશે. આ મેચ પહેલા BCCI એક શાનદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવા જઈ રહી છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ કાર્તિક આર્યન, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, ટાઇગર શ્રોફ જેવા કલાકારો ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરતા જોવા મળશે. હવે આ લિસ્ટ માં વધુ એક સુપરસ્ટાર નું નામ જોડાઈ ચૂક્યું છે અને તે નામ છે શાહરુખ ખાન. જીહા શાહરુખ ખાન WPL ના ઉદ્ઘાટન માં હાજરી આપશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Esha deol: છૂટાછેડા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી એશા દેઓલ, પાપારાઝી ના સવાલ નો આપ્યો આવો જવાબ

WPL માં આવશે શાહરુખ ખાન 

WPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે, “તૈયાર થઈ જાઓ મિત્રો, આ બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન છે જે ક્રિકેટની ક્વીનડમ ઉજવશે! #TATAWPL 2024ની ઓપનિંગ સેરેમની નુંએમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુથી લાઈવ જુઓ. 23 ફેબ્રુઆરી.”  તમને જણાવી દઈએ કે આ અગાઉ કાર્તિક આર્યન વિશે પણ આ રીત ની પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે કાર્તિક આર્યન આ લીગ માં પરફોર્મ કરશે.


તમને જણાવી દઈએ કે, WPLની બીજી સીઝન 23 ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યનના ડાન્સ પરફોર્મન્સ બાદ આ લીગની નવી સિઝનની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
DON 3 Legal War:‘ડોન 3 ના સેટ પરથી કોર્ટ સુધી પહોંચ્યો મામલો! ૪૦ કરોડ મુદ્દે ફરહાન અને રણવીર વચ્ચે આરપારની લડાઈ; જાણો શું છે વિવાદ.
Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
Exit mobile version