Site icon News Continuous Bureau | Mumbai

યામી ગૌતમ પોતાનો જન્મદિવસ પતિ સાથે સેલિબ્રેટ કર્યો  

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર.

યામી ગૌતમ બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. રવિવારે યામીનો જન્મદિવસ હતો, જેને તેણે ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. યામીએ સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. યામીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો અભિનેત્રીની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં દસ્વી, લોસ્ટ અને એ થર્સડે નો સમાવેશ થાય છે.યામી ગૌતમે ખૂબ જ સાદગીથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યામીનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ હતો કારણ કે લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ હતો. સેલિબ્રેશનની તસવીર શેર કરતી વખતે, યામીએ પતિ આદિત્ય ધરનો પણ આભાર માન્યો છે. આટલું જ નહીં, યામીએ એમ પણ લખ્યું કે,તે ખુશનસીબ છે કારણ કે તેને આદિત્ય જેવો લાઈફ પાર્ટનર મળ્યો. તમને જણાવી દઈએ કે, યામીને કોઈ મોટુ સેલિબ્રેશન પસંદ નથી. તે પરિવાર સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરે છે,જે તેના ફેન્સને ખુબ પસંદ આવે છે. યામીએ આ વર્ષે જ આદિત્ય સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્નના ફોટા શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા કારણ કે યામીએ આદિત્ય સાથેના તેના સંબંધોને બધાથી છુપાવીને રાખ્યા હતા.

મહારાષ્ટ્રમાં રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી, અધધ આટલા લાખ લોકોએ હજુ સુધી કોરોના રસીનો બીજો ડોઝ લીધો જ નથી; આ છે કારણો
 

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version