Site icon

આદિત્ય ચોપરા યશ રાજ ફિલ્મ્સનું OTT પ્લેટફોર્મ કરશે લોન્ચ, આટલા કરોડનું રોકાણ કરવાની યોજના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાંથી એક યશરાજ ફિલ્મ્સ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યશ રાજની કેટલીક ફિલ્મોના OTT અધિકારોને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. દરમિયાન, કંપનીએ હવે તેનું પોતાનું OTT પ્લેટફોર્મ લાવવાનું મન બનાવી લીધું છે. હાલની વાત કરીએ તો યશ રાજના બેનર હેઠળ આદિત્ય ચોપરાની દેખરેખમાં બની રહેલી ફિલ્મોમાં લગભગ 1200 કરોડનો હિસ્સો છે. અને હવે કંપનીએ તેના બિઝનેસને વધુ વિસ્તારવાનું મન બનાવી લીધું છે. કંપની ફરી એકવાર વેબ સિરીઝ અને OTT શો બનાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે , કંપનીએ લગભગ 500 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી પણ આપી દીધી છે. સમાચાર અનુસાર, કંપનીના OTTનું નામ YRF એન્ટરટેઈનમેન્ટ રાખવામાં આવ્યું છે. તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.

રિપોર્ટ્સનું માનીએ તો યશ રાજ ફિલ્મ્સે તેની જૂની ફિલ્મોના OTT રાઇટ્સ અલગ-અલગ કંપનીઓને આપ્યા છે. એવું માનવામાં આવે છે કે ડીલ પૂર્ણ થયા બાદ યશ રાજ ફિલ્મ્સની આ તમામ ફિલ્મો તેના OTT પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે યશ ચોપરાએ 1970માં યશ રાજ ફિલ્મ્સનો પાયો નાખ્યો હતો. કંપનીએ ગયા વર્ષે જ 50 વર્ષ પૂર્ણ કર્યા છે. 50 વર્ષ પૂરા થવાની ખુશીમાં આદિત્ય ચોપરાએ ઘણી આગામી ફિલ્મોની જાહેરાત કરી હતી. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, રણબીર કપૂર, રણવીર સિંહ જેવા સ્ટાર્સથી સજેલી ફિલ્મોનો સમાવેશ થાય છે.

'ભવાઈ' પછી પ્રતિકને મળી આ મલ્ટીસ્ટારર ફિલ્મ, વિદ્યા બાલન સાથે જોવા મળશે આ સ્ટાર્સ; જાણો વિગત

યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનવા વાળી ફિલ્મો માં સૌથી પેહલાબંટી ઔર બબલી 2’ રિલીઝ  થશે. સૈફ અલી ખાન અને રાની મુખર્જી સ્ટારર આ ફિલ્મ 19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય બીજી કેટલીક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. તેમાંથી પૃથ્વીરાજ’, ‘જયેશભાઈ જોરદાર અને શમશેરા ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મોને લઈને યશ રાજ ફિલ્મ્સની એક મોટી OTT કંપનીની ડીલ ફાઈનલ થઈ જવાના સમાચાર પણ છે. જોકે, કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. આ સિવાય શાહરૂખ ખાનની પઠાણ અને સલમાન ખાનની ટાઈગર 3નું શૂટિંગ હજુ ચાલી રહ્યું છે. આ ફિલ્મો નવા વર્ષમાં રિલીઝ થઈ શકશે. 

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version