Site icon

KGF 3: રોકી ભાઈ ના ચાહકો માટે સારા સમાચાર, આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે ‘KGF 3’

KGF: સાઉથના સુપરસ્ટાર યશની બે ફિલ્મો KGF અને KGF ચેપ્ટર 2 સુપરડુપર હિટ રહી હતી, હવે યશ ના ચાહકો ફિલ્મ 'KGF 3'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો એ જાણવા ઉત્સુક છે કે તેનો તરીહો ભાગ ક્યારે આવશે હવે તે વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

yash starrer kgf 3 release in 2025

yash starrer kgf 3 release in 2025

News Continuous Bureau | Mumbai

 KGF 3: સાઉથના સુપરસ્ટાર યશ સ્ટારર ‘KGF 3’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘KGF 1’ અને ‘KGF 2’ સુપરહિટ સાબિત થઇ હતી.  આજે પણ લોકોને આ ફિલ્મની વાર્તા અને સંવાદો યાદ છે. દરમિયાન, ‘KGF 3’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ‘KGF 3’માં ફરી એકવાર રોકી ભાઈની જબરદસ્ત સ્ટાઈલ જોવા મળશે. ‘KGF 3’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

 

જલ્દી જ શરુ થશે KGF:3 નું શૂટિંગ 

ટૂંક સમય માં યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘KGF 3’નું શૂટિંગ શરૂ થશે. KGF:3′ વિશે દરરોજ નવા અપડેટ્સ આવતા રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024થી શરૂ થશે. યશ સ્ટારર ‘KGF 3’ બોક્સ ઓફિસ પર 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે, ફિલ્મ ના પ્રવક્તા એ કહ્યું, “21 ડિસેમ્બરે, ‘KGF’ ની પાંચમી વર્ષગાંઠ પર, અમે ‘KGF 3’ ના રિલીઝ પ્લાનની જાહેરાત કરીશું. ‘KGF 3’ માટે, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા વચ્ચે પ્રારંભિક ચર્ચાઓ થઈ છે અને વાર્તા પર ચર્ચા કરવામાં આવી છે. ઑક્ટોબર 2024માં શૂટિંગ શરૂ થશે અને ફિલ્મ 2025માં રિલીઝ થશે. ‘KGF 3’ની રિલીઝ અંગેની સત્તાવાર જાહેરાત આ વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવશે.”

KGF ની ફ્રેન્ચાઇઝી 

‘KGF: ચેપ્ટર 1’ અને ‘KGF: ચેપ્ટર 2’ બંને પીરિયડ એક્શન ફ્રેન્ચાઈઝી ફિલ્મો છે. ‘KGF’નું પહેલું ચેપ્ટર 2018માં રિલીઝ થયું હતું, જ્યારે તેનું બીજું ચેપ્ટર 2022માં આવ્યું હતું. હવે ફિલ્મ ‘KGF’ 2 ની શાનદાર સફળતા બાદ તેની સિક્વલ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા રોકી ભાઈના જીવનની આસપાસ ફરે છે. રોકી ભાઈના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Karan johar: આ બે નિર્દેશકોની કોપી કરીને બનાવવામાં આવી છે રણવીર આલિયાની રોકી ઔર રાની કી પ્રેમ કહાની, કરણ જોહરે કર્યો મોટો ખુલાસો

 

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version