Site icon

શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં સમાપ્ત થાય છે અભિનવની સફર? અભિનેતા જય સોની એ કર્યો મોટો ખુલાસો

અભિનવનો રોલ કરનાર જય સોની યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છોડી રહ્યો છે કે નહીં? તાજેતરમાં જ અભિનેતાએ આ વાતનો ખુલાસો કર્યો છે.

yeh rishta kya kehlata hai abhinav journey ends with the show the actor made a big disclosure

શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં સમાપ્ત થાય છે અભિનવની સફર? અભિનેતા જય સોની એ કર્યો મોટો ખુલાસો

News Continuous Bureau | Mumbai

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલતો શો છે. આ શોએ શરૂઆતથી જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. હિના ખાન અને કરણ મહેરા સાથે શરૂ થયેલા આ શોમાં હાલમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા મુખ્ય ભૂમિકામાં છે. થોડા મહિના પહેલા, આપણે શોમાં લોકપ્રિય અભિનેતા જય સોનીની એન્ટ્રી જોઈ, જે અભિનવની ભૂમિકા ભજવે છે. તેના પાત્રને પણ ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

જય સોની એ શો છોડવા ને લઇ ને કહી આ વાત 

તાજેતરમાં, એવી અટકળો વહેતી થઈ હતી કે શોમાં જય સોનીના પાત્ર અભિનવનો ટ્રેક ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિનેતાની સફરનો અંત આવશે. અહેવાલો અનુસાર, જય સોનીએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી બહાર નીકળવાની અફવાઓ પર વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, “સાચું કહું તો, મને તેના વિશે કોઈ જાણ નથી, મને તેના વિશે જાણ પણ કરવામાં આવી નથી, તેથી મને ખબર નથી કે આવા  રિપોર્ટ્સ ક્યાંથી આવી રહ્યા છે. શો માં મારો ટ્રેક ચાલુ છે અને હું સતત શૂટિંગ કરી રહ્યો છું. ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જય સોની શોનો ભાગ છે.

આ સમાચાર પણ વાંચો: એકબીજાને મારવા માંગે છે શબાના આઝમી અને જાવેદ અખ્તર, જાણો તેમના સંબંધો નું સત્ય

આ શો માં જોવા મળ્યો હતો જય સોની 

જય સોની બા બહુ ઔર બેબી, ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ, સસુરાલ ગેંડા ફૂલ, અને સંસ્કાર – ધરોહર અપનો કી જેવા ઘણા શોનો ભાગ રહ્યો છે. તે ઝલક દિખલા જા 5 અને નચ બલિયે 7 જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો છે.

Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version