Site icon News Continuous Bureau | Mumbai

Abhira : અક્ષરા-અભિમન્યુએ ટ્વિટર પર જમાવ્યું પ્રભુત્વ, ‘અભીરા’ ના ચાહકોએ મેકર્સ પાસે કરી આ માંગણી

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરા-અભિમન્યુની જોડી ધૂમ મચાવી રહી છે. ચાહકોનું મનપસંદ #ABHIRA ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને તમે કારણ જાણીને આનંદિત થઈ જશો.

yeh-rishta-kya-kehlata-hai-abhira-trends-on-twitter-akshara-abhimanyu-fans-demand-to-makers

yeh-rishta-kya-kehlata-hai-abhira-trends-on-twitter-akshara-abhimanyu-fans-demand-to-makers

News Continuous Bureau | Mumbai

સ્ટાર પ્લસનો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ આ દિવસોમાં ટીઆરપી ચાર્ટમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. આ એક એવી સિરિયલ છે જેમાં દરેક સિઝનમાં ઘણા સુપરહિટ કપલ્સ જોવા મળ્યા છે. આ ટીવી સિરિયલમાં આ દિવસોમાં અક્ષરા-અભિમન્યુના પુત્ર અભીર ની આસપાસ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન અક્ષરા-અભિમન્યુ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. અક્ષરા અને અભિમન્યુની જોડીને લોકો પસંદ કરી રહ્યા છે. આ સિરિયલમાં પ્રણલી રાઠોડ ‘અક્ષરા’નું પાત્ર ભજવી રહી છે અને હર્ષદ ચોપરા ‘અભિમન્યુ’નું પાત્ર ભજવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

ટ્વીટર પર ટ્રેન્ડ થયું #ABHIRA

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં, અક્ષરા અને અભિમન્યુ છૂટાછેડા લીધા પછી અલગ થઈ ગયા છે પરંતુ હજી પણ એકબીજાને પ્રેમ કરે છે. અભિમન્યુ હજુ પણ અક્ષુની રાહ જોઈ રહ્યો છે. બીજી તરફ, અક્ષરાએ અભિનવ સાથે તેના જીવનની શરૂઆત કરી છે, પરંતુ ચાહકો હજી પણ અક્ષરા-અભિમન્યુને સાથે જોવા માંગે છે, જેના કારણે ટ્વિટર પર #ABHIRA ટ્રેન્ડ કરી રહ્યું છે. ચાહકો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યા છે અને નિર્માતાઓ પાસેથી માંગ કરી રહ્યા છે કે તેઓ બંનેને ફરીથી સાથે જોવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો: Delhi Yamuna Water Level: દિલ્હીમાં યમુનાના પાણીએ તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ, પૂરનું જોખમ વધ્યું, CM કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની વાર્તા

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ દિવસોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. સિરિયલમાં અક્ષરા-અભિમન્યુ પુત્ર અભીર ની કસ્ટડીનો કેસ લડી રહ્યા હતા. હવે અભીર બિરલા હાઉસમાં અભિમન્યુ સાથે રહે છે. ખાસ વાત એ છે કે અભીર તેના ડોકમેન અભિને તેના પિતા તરીકે સ્વીકારે છે અને તેને ડેડા કહે છે. અક્ષરા ફરી એકવાર આ કેસ લડવા માંગે છે. જોઈએ આ વખતે કોણ જીતે છે.

 

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version